Gujarat Rain: વરસાદના પગલે અનેક નદી-નાળા છલકાયા, રાજકોટ જિલ્લાના 3 ડેમ ઓવરફ્લો, દાહોદની માછણ નદી બે કાંઠે વહેતી થઇ

|

Aug 09, 2022 | 12:10 PM

જ્યમાં સૌથી વધુ રાજકોટના (Rajkot) ઉપલેટામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. દાહોદમાં (Dahod) ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, તો અમરેલીના (Amreli) બાબરામાં પણ વરસાદી માહોલ છે.

Gujarat Rain:  વરસાદના પગલે અનેક નદી-નાળા છલકાયા, રાજકોટ જિલ્લાના 3 ડેમ ઓવરફ્લો, દાહોદની માછણ નદી બે કાંઠે વહેતી થઇ
વરસાદના પગલે રાજ્યના નદી-નાળા છલકાયા

Follow us on

ગુજરાતમાં હવામાન વિભાગે (Meteorological Department) કરેલી આગાહી પ્રમાણે અનેક વિસ્તારોમાં વરસાદ (Rain) વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ રાજકોટના (Rajkot) ઉપલેટામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. દાહોદમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, તો અમરેલીના બાબરામાં પણ વરસાદી માહોલ છે. રાજકોટના ઉપલેટામાં મોડીરાત્રે ધોધમાર વરસાદ શરુ થયો હતો. ઉપલેટાના ગઢાળા, ખાખી-જાળિયા અને મોજીલા સહિતના ગામોમાં વરસાદ નોંધાઇ રહ્યો છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. તો વરસાદના પગલે અનેક સ્થળે નદી-નાળા પણ છલકાવા લાગ્યા છે.

રાજકોટ જિલ્લાના 3 ડેમ ઓવરફ્લો

સારા વરસાદ બાદ રાજકોટ જિલ્લાના 3 ડેમ ઓવરફ્લો થયા છે. જામકંડોરણાનો ફોફળ-1 ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો ધોરાજી તાલુકાનો સોડવદર ડેમ પણ ઓવરફ્લો થયો છે. તો જેતપુર તાલુકાનો છપરાવાડી 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. છપરાવાડી ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 5500 ક્યુસેક પાણીની આવક સામે 5500 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે.

દાહોદમાં ત્રણ ઇંચ વરસાદ

બીજી તરફ તરફ દાહોદ જિલ્લાના લીમડી પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે લીમડીની માછણ નદી બે કાંઠે વહેતી થઇ છે. ભારે વરસાદ થતા માછણ નદી ગાંડીતૂર બની હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બાદ નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઇ ગયો છે. લીમડી–સંજેલીને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. તો કોઝવે પર પાણી ફરી વળતા રોડ બંધ થઇ ગયો છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

બાબરા પંથકમાં ધોધમાર વરસાદ

બીજી તરફ અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના પગલે કાલુભાર નદી બે કાંઠે વહેતી થઈ છે. તો બાબરાના નીલવડા રોડ પર આવેલા કોઝવે પર ભરાયા પાણી છે. જેના પગલે નીલવડા, વાકિયા, સુકવડા, લાલકા સહિતના ગામો સંપર્ક વિહોણા થયા છે. તો પાંચાળ પંથકના તાઈવદર ગામની નદીના પુલ પરથી પાણી વહેતા થયા છે.

મહત્વનું છે કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 3 દિવસ ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. વલસાડ, દમણ, જૂનાગઢ અને ગીરસોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ શહેરમાં પણ 3 દિવસ ભારે વરસાદ પડવાનું અનુમાન છે. આજથી 3 દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, અમદાવાદ, આણંદ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ વરસી શકે છે.

Next Article