સિંહ અને કુતરાની દોસ્તી! રાજકોટમાં જોવા મળ્યું આ અદ્ભુત દ્રશ્ય, જાણો સમગ્ર મામલો

|

May 10, 2022 | 6:12 PM

અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે સિંહ (Lion) બેઠો હતો, ત્યારે કૂતરો (Dog) પણ આરામ કરે છે અને જ્યારે સિંહ દોડે છે, ત્યારે કૂતરો તેની બાજુમાં ચાલીને તેની સાથે જોડાય છે.

સિંહ અને કુતરાની દોસ્તી! રાજકોટમાં જોવા મળ્યું આ અદ્ભુત દ્રશ્ય, જાણો સમગ્ર મામલો
પ્રતીકાત્મક તસવીર

Follow us on

કહેવાય છે કે, સિંહ સામે કુતરાની શું વિસાત? પણ રાજકોટમાં તો કંઈક જુદુ જ દ્રશ્ય જોવા મળ્યું જી હા, રાજકોટમાં (Rajkot) જોવા મળી જંગલના રાજા સિંહ અને કુતરાની મિત્રતા (Lion & Dog’s Friendship). એક ઉપ વયસ્ક એશિયાટીક સિંહે તેના મિત્ર પર ક્યારેય ગર્જના કરી નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ રાજકોટના છેવાડાના વિસ્તારમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ સિંહ જોવા મળ્યા હતા અને હાલ પણ છેલ્લા ત્રણ દિવસથી સોરઠના સાવજ લોધિકા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વનવિભાગે કરી પુષ્ટિ

વન વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે લોધિકા તાલુકાના સાંગણવા ગામ નજીક જોવામાં આવેલ સિંહની સમગ્ર યાત્રા દરમિયાન કાળા રંગનો કૂતરો તેની સાથે હતો. સિંહ ગિરનાર અભ્યારણમાં પાછો ફર્યો છે અને વન વિભાગને પરત ફરવાના પગના નિશાન પણ મળી ચુક્યા છે. જો કે તેમના આશ્ચર્યની વાત એ છે કે સિંહોની પ્રવૃત્તિનું નિરીક્ષણ કરવા માટે નિયુક્ત રાજકોટ વર્તુળની ચાર ટીમો દ્વારા લેવામાં આવેલા આ સિંહની તસવીરો અને વીડિયોમાં તેઓએ જોયું કે સિંહ જ્યારે ગીરમાંથી નિકળીને આગળ જઈ રહ્યો હતો, ત્યારે બાકીની આખી યાત્રામાં એક કૂતરો તેની સાથે હતો.

આ ઉપરાંત વન અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને કૂતરાના પગના નિશાન ઘણા સ્થળોએ સિંહની ખૂબ નજીક મળ્યા હતા અને ટીમ દ્વારા લેવામાં આવેલા અસંખ્ય વીડિયોમાં પણ કૂતરો જોવા મળ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે સિંહ બેઠો હતો, ત્યારે કૂતરો પણ આરામ કરે છે અને જ્યારે સિંહ દોડે છે, ત્યારે કૂતરો તેની બાજુમાં ચાલીને તેની સાથે જોડાય છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

રાજકોટ સર્કલના વન સંરક્ષક સંદીપ કુમારે જણાવ્યું હતું કે “બાકીના વિસ્તારમાં સિંહની સાથે કૂતરો જોવા મળવો એ દુર્લભ છે. સિંહની ઊંચાઈ કૂતરા કરતાં થોડી વધારે હતી અને તેણે તેના પ્રદેશમાં નવા પ્રાણીઓ જોયા હોય, પરંતુ શક્ય છે કે કૂતરાએ પહેલાં ક્યારેય સિંહ જોયો ન હોય. અન્ય વિસ્તારોમાં અમે સિંહો અને કૂતરા વચ્ચેની લડાઈ જોઈ છે, પરંતુ આ વિસ્તારમાં સિંહને કોઈ ખતરો નથી લાગતો.” ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં અવાર નવાર સિંહ જોવા મળી રહ્યા છે. પરંતુ હાલ સિંહ લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતા ગ્રામજનોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહોલ છે.

Next Article