ગુનાહિત કૃત્યમાં પકડાયા કોંગ્રેસ પ્રમુખ અને આરોપ લગાવ્યો ભાજપ પ્રમુખ પર, જાણો સમગ્ર વિગત
ગોંડલ કોંગ્રેસ શહેર પ્રમુખ નશાની હાલતમાં ઝડપાયા બાદ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, ધરપકડ ભાજપે કરાવી છે.
RAJKOT : ગોંડલમાં દિવાળીની રાત્રે કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષ કુંજડિયા સહિત અન્ય બે વ્યક્તિ નશાની હાલતમાં ઝડપાવા મામલે હવે રાજકારણ ગરમાયું છે. આ મુદ્દે ભાજપ શહેર પ્રમુખ ચંદુ દુધાત્રાએ શહેર કોંગ્રેસ પ્રમુખ પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું છે કે પોલીસે પોલીસનું કામ કર્યું છે. રાજ્યમાં દારૂબંધીનું કડક પાલન થવું જ જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગોંડલ કોંગ્રેસ શહેર પ્રમુખ નશાની હાલતમાં ઝડપાયા બાદ કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે, ધરપકડ ભાજપે કરાવી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં માં દારૂબંધી હોવા છતાં રાજકીય નેતા દ્વારા જ આ કાયદાનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હોવાની ઘટના ગોંડલમાં સામે આવી હતી. પોલીસ ફરિયાદ અનુસાર ગોંડલ પોલીસ દિવાળીની રાત્રે ચેકિંગ કરી રહી હતી. દરમિયાન ત્રણ લોકો શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યા હતાં. જેમની પૂછપરછ કરતા ત્રણેય નશાની હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું.
દારૂના નશામાં ઝડપાયેલા ત્રણ લોકોમાં એક ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ જયસુખભાઇ રસીકભાઇ વઘાસીયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓની ઓળખ આશિષભાઇ રસીકભાઇ કુંજડીયા અને ચંદુભા અમરસંગ જાડેજા તરીકે થઇ હતી. પોલીસે ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા બન્યું ડ્રગ્સની હેરાફેરીનું હબ, મુંબઈથી રાજસ્થાન ડ્રગ્સની હેરાફેરી માટેનો બન્યો રૂટ
