Rajkot : એઇમ્સના મુખ્ય બિલ્ડિંગના પ્લાનને રૂડાએ મંજૂરી આપી, પાંચ માળનું હશે બિલ્ડિંગ

|

Jul 29, 2021 | 3:04 PM

જેમાં મંજૂર થયેલું મુખ્ય બિલ્ડીંગ પાંચ માળનું હશે, જેના બેઝમેન્ટમાં રેડિયોથેરાપી, ગ્રાઉન્ડ ફલોરમાં ડૉક્ટર રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોર રહેશે. આ ઉપરાંત પ્રથમ માળે આઇસીયુ, વિવિધ વોર્ડ, એનઆઈસીયુ, ઓપરેશન થિયેટર અને ઓબ્ઝર્વેશન રૂમ હશે.

રાજકોટ(Rajkot)  એઇમ્સ(AIIMS) ના મુખ્ય બિલ્ડીંગના બાંધકામ પ્લાનને રૂડા(RUDA) એ મંજૂરી આપી દીધી છે. આ અગાઉ 24 બિલ્ડીંગના પ્લાનને મંજૂરી આપવામાં આવી છે. જેમાં મંજૂર થયેલું મુખ્ય બિલ્ડીંગ પાંચ માળનું હશે, જેના બેઝમેન્ટમાં રેડિયોથેરાપી, ગ્રાઉન્ડ ફલોરમાં ડૉક્ટર રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોર રહેશે. આ ઉપરાંત પ્રથમ માળે આઇસીયુ, વિવિધ વોર્ડ, એનઆઈસીયુ, ઓપરેશન થિયેટર અને ઓબ્ઝર્વેશન રૂમ હશે. જ્યારે બીજા માળે ઓપરેશન થિયેટર,સ્ટાફ લોન્જ અને ઓબ્ઝર્વેશન રૂમ રહેશે. જ્યારે ત્રીજા-ચોથા અને પાંચમાં માળે વિવિધ વોર્ડસ અને ડૉક્ટર્સ રૂમની સુવિધા ઉભી કરવામાં આવશે.

આ પણ વાંચો : JRD TATA Birthday: કોંગ્રેસ સાથે છેડો નાખવા માંગતા હતા જેઆરડી ટાટા, પરંતુ પછી માંડી વાળ્યું, જાણો શું હતું કારણ ?

આ પણ વાંચો : Dudhsagar Waterfall Video: ભારે વરસાદને કારણે ગોવાના દૂધસાગર ઘોઘ પર રોકી ટ્રેન, રેલ મંત્રાલયે શેર કર્યો અદ્ભુત વિડીયો

Published On - 3:00 pm, Thu, 29 July 21

Next Video