Dudhsagar Waterfall Video: ભારે વરસાદને કારણે ગોવાના દૂધસાગર ઘોઘ પર રોકી ટ્રેન, રેલ મંત્રાલયે શેર કર્યો અદ્ભુત વિડીયો

દૂધસાગર ધોધ 310 મીટરની ઊંચાઈ અને 30 મીટરની સરેરાશ પહોળાઈ સાથે ભારતનો સૌથી ઊંચો ધોધ છે. ચોમાસાને કારણે કોંકણ અને ગોવાના ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે.

Dudhsagar Waterfall Video: ભારે વરસાદને કારણે ગોવાના દૂધસાગર ઘોઘ પર રોકી ટ્રેન, રેલ મંત્રાલયે શેર કર્યો અદ્ભુત વિડીયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 11:39 AM

Dudhsagar Waterfall Train Video: ગોવાના દૂધસાગર ધોધ નજીકથી પસાર થતી એક ટ્રેન ભારે વરસાદને કારણે બંધ થઈ ગઈ હતી. રેલવે મંત્રાલયે શેર કરેલા એક વીડિયોમાં, ટ્રેન જ્યારે માંડોવી નદી પરના ધોધમાંથી મોટા પ્રમાણમાં પાણી શરૂ થયા બાદ થોભી જતાં જોવા મળી રહી છે.

દૂધસાગર વોટરફોલમાં વધતા પાણીનો પ્રવાહ રેલવે મંત્રાલયે (Ministry of Railways) શેર કરેલા વીડિયોમાં પણ જોઇ શકાય છે. દર વર્ષે ચોમાસા દરમિયાન, દૂધસાગર ધોધની ગતિ વરસાદને કારણે વધી જાય છે, પરિણામે પાણીની એક મોટી વાછટ આવે છે. આપને જણાવી દઈએ કે, દૂધસાગર ધોધની આજુબાજુનો વિસ્તાર ગીચ જંગલોથી ભરેલો છે અને ખૂબ જ સમૃદ્ધ જૈવ વિવિધતા (rich biodiversity) ધરાવે છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

ભગવાન મહાવીર અભયારણ્યમાં દૂધસાગર ધોધ છે સ્થિત ભગવાન મહાવીર અભયારણ્યમાં દૂધસાગર ધોધ આવેલો છે અને તે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે. તે જ સમયે, થોડા વર્ષો પહેલા, આ ધોધમાં પડવાના કારણે ઘણાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. ત્યારબાદ, ગોવા સરકારે ધોધ વિસ્તારમાં પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે લોકડાઉન હોવાથી, પ્રવાસીઓ માટે દૂધસાગર ડેમ સુધી પહોંચવું અશક્ય લાગે છે.

ધોધની ઉંચાઈ 310 મીટર દૂધસાગર ધોધ 310 મીટરની ઊંચાઈ અને 30 મીટરની સરેરાશ પહોળાઈ સાથે ભારતનો સૌથી ઊંચો ધોધ છે. તે જ સમયે, ચોમાસાને કારણે કોંકણ અને ગોવાના ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે અને ભારત હવામાન વિભાગ (IMD) એ પણ આગામી ત્રણ દિવસમાં સતત વરસાદની આગાહી કરી છે. મૌસમ વિભાગે એમ પણ કહ્યું હતું કે 30 અને 31 જુલાઇએ ખૂબ ભારે વરસાદની સંભાવના છે. આઇએમડી દ્વારા આ દિવસો માટે ઓરેંજ ચેતવણી જારી કરવામાં આવી છે.

આ પણ વાંચો:  Maharashtra News: કેબીનેટની બેઠક વચ્ચે મંત્રી જયંત પાટીલની તબિયત બગડી, બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા

આ પણ વાંચો: GANDHINAGAR : PM MODIએ સ્વીકાર્યું રાજ્ય સરકારનું આમંત્રણ, વધુ એક વાર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">