વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે હતા. રાજકોટના અટલ બિહારી વાજપાયી ઓડિટોરીયમ ખાતે જિલ્લા ભાજપના વિવિધ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ભૂપેન્દ્ર પટેલે 100 દિવસના વિકાસના કામગીરી કાર્યકર્તાઓની વચ્ચે કરી હતી. સાથે સાથે ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને સલાહ પણ આપી હતી. ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ફરિયાદો રોડ રસ્તાની આવી રહી છે. ત્યારે આ રોડ રસ્તાના કામો સારી રીતે થાય તે જોવાની જવાબદારી સ્થાનિક નેતાઓની છે.
ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર રોડ રસ્તાના કામ માટે સરકાર ચિંતિત છે. રાજ્ય સરકાર દ્રારા રોડ રસ્તાના કામો માટે 30 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યભરના બિસ્માર રોડ રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે. જો કે આ કામગીરીમાં કોન્ટ્રાક્ટર સારી રીતે કામ કરે તે જરૂરી છે. રાજ્ય સરકાર દ્રારા રોડ રસ્તા સારી ગુણવત્તાના થાય તે જરૂરી છે અને આ ગુણવત્તાયુક્ત રસ્તા બને તે માટે સ્થાનિક નેતાઓએ જવાબદારી પૂર્વક ચકાસણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યકર્તાઓને 100 દિવસનું સરવૈયું રજૂ કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલ સરકારે 100 દિવસમાં લીધેલા નિર્ણયો અંગે કાર્યકર્તાઓને માહિતી આપી હતી અને લોકસભાની ચૂંટણી પહેલા લોકોને મળીને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે અપીલ કરી હતી.
ભૂપેન્દ્ર પટેલે પોતાના એક દિવસના કાર્યક્રમ દરમિયાન સર્કિટ હાઉસમાં જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા, રેન્જ આઇજી, મ્યુનિસિપલ કમિશનર, પીજીવીસીએલ એમડી સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ પાસેથી વિવિધ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવી હતી. અધૂરા પ્રોજેક્ટ પુરા કરવા માટેની સૂચના આપી હતી.
આ અગાઉ મહેસાણાના કાશીકાધ કાહવામાં 1011 કુંડાત્મક મહાયજ્ઞ, શિવ પુરાણ કથા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કાશીધામ કાહવામાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ કાશીધામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:54 am, Sun, 23 April 23