પરીક્ષાખંડમાં પરિણીતા : લગ્નવિધિ પહેલા ભાવિ પતિ સાથે પરીક્ષા આપવા પહોચી યુવતી, જુઓ વિડીયો

પરીક્ષાખંડમાં પરિણીતા : લગ્નવિધિ પહેલા ભાવિ પતિ સાથે પરીક્ષા આપવા પહોચી યુવતી, જુઓ વિડીયો

| Edited By: | Updated on: Nov 22, 2021 | 3:18 PM

શિવાંગી બગથરિયા BSWનો અભ્યાસ કરે છે.આજે BSW સેમેસ્ટર-5ની પરીક્ષા હોવાથી તે પરીક્ષા આપવા પહોંચી.

RAJKOT : હાથમાં મહેંદી….સોળે શણગાર…અને પાનેતર પહેરેલી આ દુલ્હન લગ્નવિધિ  પહેલા કોલેજની પરીક્ષા આપવા પહોંચી.વર્ગખંડમાં પાનેતર પહેરીને આવેલી યુવતીને જોતા અન્ય પરીક્ષાર્થીઓને આશ્ચર્ય થયું.પરંતુ, લગ્નના બંધનમાં બંધાયા પહેલા રાજકોટની શિવાંગી બગથરિયાએ પરીક્ષાને મહત્વ આપ્યું..યુવતી માટે લગ્ન એ તેની જિંદગીનો સૌથી અગત્યનો દિવસ ગણાય છે.

શિવાંગી માટે પણ અન્ય યુવતીઓની જેમ લગ્નનો દિવસ એટલો જ મહત્વનો છે, પરંતુ, લગ્નના તાંતણે બંધાઈ જિંદગીની પરીક્ષામાં પગલા પાડતા પહેલા યુનિવર્સિટીની પરીક્ષા આપવી શિવાંગીને વધુ મહત્વની લાગી અને એટલે જ સોળે શણગાર સજી શિવાંગી પરીક્ષા આપવા પહોંચી.

શિવાંગી BSWનો અભ્યાસ કરે છે.આજે BSW સેમેસ્ટર-5ની પરીક્ષા હોવાથી તે પરીક્ષા આપવા પહોંચી.સુરતથી જાન લઈને આવનાર પાર્થ ચોરીમાં ચાર ફેરા ફરતા પહેલા પોતાની ભાવિ પત્ની શિવાંગીને યુનિવર્સિટીની પરીક્ષા આપવા લઈ આવ્યો.

પાર્થે પણ શિવાંગીને પરીક્ષા આપવા માટે પ્રોત્સાહન આપ્યું..આ રીતે સપ્તપદીના સાત વચન લીધા પહેલા જ ભાવિ પત્નીની પ્રગતિ માટે પાર્થે શિવાંગીના આ નિર્ણયને આવકાર્યો.શિવાંગીની જેમ પાર્થ પણ અભ્યાસને જિંદગીમાં એટલો જ મહત્વ આપે છે.

આ પણ વાંચો : વીરને વીર ચક્ર ! પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાર કેપ્ટન અભિનંદનને વીર ચક્ર એનાયત,સોશિયલ મીડિયા પર #NationalHeros થયુ ટ્રેન્ડ

આ પણ વાંચો : Navsari: વિદ્યાર્થીના હાથમાં પેન-પેન્સિલના બદલે સાવરણો! શાળા શરુ થયાના પહેલા જ દિવસે સાફ કરાવ્યા ટોયલેટ

Published on: Nov 22, 2021 02:54 PM