આજકાલ યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ જ બિમારી ન હોય તેમ છતાં લોકોને હાર્ટ એટેક આવી રહ્યાં છે. ચિંતા એ વાતની છે કે રમત રમતા યુવાનો પણ હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે. રાજકોટમાં વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા મોત થયુ છે. રેસ્કોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતી વખતે આવ્યો હાર્ટ એટેક આવ્યું હતુ્ં. રવિવાર હોવાથી સવારે 45 વર્ષીય મયુર મકવાણા મિત્રો થે ક્રિકેટ રમવા ગયા હતા. તે સમયે હાર્ટ એટેકથી મોત નિપજ્યુ હતું.
આ પણ વાંચો : Rajkot: સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન, વિંછીયા તાલુકામાં 4 તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી પુર ઝડપે
આ પહેલા રાજકોટમાં એક દિવસમાં રમત રમતા બે યુવકોનું મોત થયુ હતુ. એકનું ક્રિકેટ રમતા અને અન્ય યુવકનું ફુટબોલ રમતા મોત થયુ હતુ. હજુ તો ચાર દિવસ પહેલા જ રાજકોટમાં એક યુવકનું ક્રિકેટ રમતા મોત થયુ હતુ. ડીસામાં રહેતા ભરત બારૈયા રાજકોટમાં પિતરાઇ બહેનના દીકરાના લગ્નપ્રસંગ માટે આવ્યા હતા.
ત્યારે વહેલી સવારે તે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ રમવા ગયા હતા. ભરત બારૈયા ક્રિકેટ રમી પોતાના ઘરે પરત ફરતા હતા તેમને તે સમયે રસ્તામાં જ હાર્ટ એટેક આવ્યો હતો. આથી સાથે રહેલા મિત્રોએ 108ને જાણ કરતા 108નીટીમ તાત્કાલીક દોડી આવી હતી. પરંતુ ઇએમટીએ ભરતને મૃત જાહેર કર્યો હતો.
અમદાવાદમાં બચત ભવનમાં નોકરી કરતા સરકારી કર્મચારી વસંત રાઠોડનું ક્રિકેટ રમતા મોત થયુ હતું. સરકારી કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં જીએસટી ઓફિસર અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ટીમ વચ્ચેની મેચ દરમિયાન આ ઘટના બની હતી. સરકારી કર્મચારીને બોલિંગ કરતા સમયે અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તે બેભાન થઈ ગયા હતા. ત્યાંથી તેમને તાત્કાલિક ધોરણે સારવાર માટે ભાડજ ડેન્ટલ કોલેજમાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું દુ:ખદ મોત થયું હતું.
સુરતમાં ક્રિકેટ રમતી વખતે વરાછાના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયુ છે. 27 વર્ષિય પ્રશાંત ભરોલીયાને છાતીમાં દુઃખાવો ઉપડ્તા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 27 વર્ષિય યુવકનું મોત થયુ છે. યુવક કેનેડામાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યુ છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 10:39 am, Sun, 19 March 23