રાજકોટમાં ફાયરિંગની ઘટના બની છે. જેમાં રાજકોટ યુવા ભાજપના મંત્રી કરણ સોરઠીયાએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યુ છે. નજીવી બાબતે ફાયરિંગ કર્યું હતું. ડિલકસ પાન પાસે બે રાઉન્ડ ફાયરિંગ કરતાં પોલીસે કાર્યાવહી કરી છે.
પાનની દુકાનની બાજુમાં આવેલા શૌચાલયમાં જવા બાબતે માથાકૂટ થઈ હતી જેને લઈ કરન સોરઠીયાએ ફાયરિંગ કર્યું. ભક્તિનગર પોલીસે કરણ સોરઠીયાની કરી અટકાયત કરી છે. પોલીસે કબજે કરેલી કારમાં ”મંત્રી” રાજકોટ શહેર યુવા ભાજપ લખેલું બોર્ડ પણ મળ્યું હતું. ભક્તિનગર પોલીસે વધુ તપાસ કરી શરૂ કરી છે. કરણ સોરઠીયા અને તેના મિત્રો દારૂ પીધેલી હાલતમાં પણ હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે.
આ પણ વાંચો : છેલ્લા 6 વર્ષથી દુષિત પાણીની સમસ્યા નિવારણ માટે સ્થાનિકો તંત્રને દ્વારે, જુઓ Video
રાજકોટમાં યુવા ભાજપના મંત્રીએ સરાજાહેર ફાયરિંગ કરતા દહેશતનો માહોલ ફેલાયો છે. શહેરના સોરઠીયાવાડી સર્કલના ડીલક્સ પાન નજીક આ ઘટના છે. યુવા ભાજપના મંત્રી કરણ સોરઠીયાએ શૌચાલયમાં જવા મુદ્દેની માથાકૂટમાં કરી હતી જેમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. કરણ સોરઠીયા યુરિનલ માટે જતા હતા ત્યારે યુરિનલ બંધ કરવામાં આવતું હતું. યુરિનલમાં રહેલા કર્મચારીઓ અને કરણ વચ્ચે બોલાચાલી થઇ. આ દરમિયાન કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. કરણ સોરઠીયા અને તેના મિત્રો દારૂ પીધેલી હાલતમાં હોવાની પણ આશંકા છે. આથી પોલીસે તેમના બ્લડ સેમ્પલ લઇને તપાસ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:38 pm, Wed, 7 June 23