Breaking News રાજકોટથી પકડાયેલા અલકાયદાના ત્રણેય આતંકવાદીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

|

Aug 01, 2023 | 7:34 PM

Rajkot: રાજકોટના સોની બજારમાંથી ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ ત્રણેય સંદિગ્ધ આતંકીઓ અલકાયદા સાથે સંકળાયેલા છે. અમન મિલક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ સોનીબજારમાં કારીગર તરીકે મજૂરી કામ કરતા હતા.

Breaking News રાજકોટથી પકડાયેલા અલકાયદાના ત્રણેય આતંકવાદીઓના 14 દિવસના રિમાન્ડ મંજૂર

Follow us on

Rajkot:  ગુજરાતમાં અલકાયદાના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. રાજકોટની સોનીબજારમાંથી અલકાયદા સાથે જોડાયેલા ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય આતંકવાદીઓ પાસેથી કેટલાક હથિયાર અને કારતુસ પણ મળી આવ્યા છેં. ATS દ્વારા આ ત્રણેય આતંકવાદીઓને રાજકોટની મ્યુનિસિપલ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. કોર્ટે આ ત્રણેયના 14 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે.

વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન સાથે સંપર્કમાં હતા આતંકીઓ

રાજકોટની સોની બજારમાંથી ઝડપાયેલા આ ત્રણેય આતંકવાદીઓને લઈને અનેક ચોંકાવનારા ખૂલાસા થયા છે. ATSના SP ઓમપ્રકાશ જાટે જણાવ્યુ હતુ કે આ ત્રણેય પૈકી અમન મલિક અંદાજે એક વર્ષથી તેના વિદેશી હેન્ડલર અબુ તલ્હા અને ફુરસાન નામની વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતો. જે બાદ તેમની પાસેથી ટેલિગ્રામ અને કન્વર્સેશન એપ્લિકેશનના માધ્યમથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વીડિયો મેળવતો હતો. અમને પોતાની સાથે શકુર અલી અને સૈફ નવાઝને પણ જોડ્યા. ત્રણેય આતંકીઓ કટ્ટરપંથી માનસિકતા ધરાવતા લોકોને શોધી અલ કાયદામાં જોડાવવા પ્રેરિત કરતા હતા.

આ પણ વાંચો : Rajkot: આતંકી મોડ્યુલનો ગુજરાત ATSએ કર્યો પર્દાફાશ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSની કામગીરીને બિરદાવી

જીલ જોશી એક્ટિંગની સાથે એક સિંગર પણ છે, જુઓ ફોટો
ઘરમાં આ દિશામાં લગાવો 7 દોડતા ઘોડાની તસવીર
Curry Leaves : દરરોજ મીઠા લીમડાનું પાણી પીવાથી શરીરમાં કેવા ફેરફારો થાય છે?
આજનું રાશિફળ તારીખ : 03-10-2024
Blood Cancer : કેવી રીતે ખબર પડે કે તમને બ્લડ કેન્સર છે..
શિયાળો આવતા પહેલા આ 4 વસ્તુઓથી બનેલું પાણી પીવો, દેશી પીણાના છે અનેક ફાયદા

આંતકીઓ પાસેથી ઉશ્કેરણી જનક સાહિત્ય સહિત સ્ફોટક સામગ્રી મળી

ATSની ટીમને અમન પાસેથી સેમિ ઓટોમેટેડ પિસ્તોલ, 10 રાઉન્ડ કારતૂસ અને 5 મોબાઇલ ફોન મળ્યા છે. સાથે જ ઉશ્કેરણીજનક સાહિત્ય, વીડિયો, ફોટોગ્રાફ્સ, ચેટ સહિત અનેક સ્ફોટક સામગ્રીઓ પણ મળી છે. જો કે આ હથિયારનું શું કરવું એ હજુ સુધી આતંકીઓએ નક્કી કર્યું નહોતું. હથિયારો કેવી રીતે ચલાવવા તે માટે અમન ગૂગલનો ઉપયોગ કરતો હતો. આ ત્રણેય અન્ય કેટલા લોકોના સંપર્કમાં હતા તે દિશામાં એટીએસે તપાસ શરૂ કરી છે.

મોબાઈલમાંથી આ મોડ્યુલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળ્યા

છેલ્લા ઘણા દિવસોથી પશ્ચિમ બંગાળના આ આતંકીઓની ગતિવિધિ પર ગુજરાત ATS વોચ રાખી રહી હતી.  વ્હોટ્સએપ અને કોલ ડીટેલ્સ તેમજ ટેક્નિકલ સર્વેલન્સનાં આધારે તેમની ધરપકડ કરાઈ. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકોને અલકાયદામાં જોડાવવા માટે પ્રેરિત કરતા હતા. સાથે જ સોની બજારના મુસ્લિમ કારીગરોને તેઓ અલ કાયદામાં જોડાવવા પ્રેરિત કરતા હતા. ATSએ તેમને ઝડપ્યા ત્યારે તેમના મોબાઈલમાંથી આ મોડ્યુલની વિચારધારા ફેલાવવા માટેનું સાહિત્ય અને મેસેજ મળી આવ્યા. આ મોડ્યુલ અલકાયદાનું એક નાનું મોડ્યુલ છે. ઉત્તરપ્રદેશ અને અલગ અલગ જગ્યાએથી તેના લોકો અગાઉ ઝડપાઈ ચૂક્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 7:02 pm, Tue, 1 August 23

Next Article