Breaking News: રાજકોટ અગ્નિકાંડનો મોટો પડઘો, પોલીસ-મનપા કમિશનરોને હાંકી કાઢ્યા, અન્ય અધિકારીઓને પણ હટાવાયા

|

May 27, 2024 | 7:49 PM

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સર્જાયેલા મોતના તાંડવથી સરકાર પણ હલી ગઈ છે અને તાત્કાલિક SITની રચના કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ સિલસિલામાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે રાજકોટ મનપા કમિશનર અને રાજકોટ શહેર પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.

રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ સર્જાયેલા મોતના તાંડવથી સરકાર પણ હલી ગઈ છે અને તાત્કાલિક SITની રચના કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જ સિલસિલામાં 7 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા બાદ હવે રાજકોટ મનપા કમિશનર અને રાજકોટ શહેર પોલીસ કમિશનરની બદલી કરવામાં આવી છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મનપા કમિશનર આનંદ પટેલની બદલી

રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરવામાં આવી છે. નવા શહેર પોલીસ કમિશનર તરીકે બ્રજેશ ઝાની નિમણૂક કરાઈ છે. જ્યારે બી.પી. દેસાઈની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે. મહેન્દ્ર બાગરીયાની એસીપી તરીકે નિમણૂક કરાઈ છે. જગદીશ બાંગરવાની નવા ડીસીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત ડીસીપી સુધીર કુમારને અને એડિશનલ સીપી વિધિ ચૌધરીને પણ હટાવવામાં આવ્યા છે. નવા ડીસીપી તરીકે જગદીશ બાંગરવાની નિમણૂક કરાઈ છે.

28થી વધુ લોકોનો ભોગ લેનારી ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ ખુદ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે ગેમઝોન પાસે ફાયર NOC ન હતી છતા પોલીસે મંજૂરી આપી હતી. પોલીસે જ્યારે ગેમઝોનની મંજૂરી આપી ત્યારે નિયમ મુજબ સંબંધિત તંત્રોનો અભિપ્રાય લેવાનો હોય છે, અહીં એ લેવાયો હતો કે કેમ તે બાબતે પૂછાતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યુ હતુ કે નવેમ્બર 2023માં પોલીસ દ્વારા બુકિંગ અને લાયસન્સ બાદ મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ 1 જાન્યુઆરી 2024 સુધી રિન્યુઅલ આપવામાં આવી હતી. જે તે વખતે RNB અને યાત્રિંક વિભાગમાંથઈ મંજૂરી મેળવવામાં આવી હતી.એ સમયે ફાયર સેફ્ટીના સાધનો ત્યાં મુકવામાં આવ્યા હોવાના પુરાવા રજી કરાયા હતા અને માત્ર કાગળ પર પુરાવા જોઈને મંજૂરી આપી દેવાઈ હતી. ફાયર NOC માટે હજુ કાર્યવાહી શરૂ હતી. પરંતિ તે પૂર્ણ થઈ ન હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

રાજકોટ પોલીસ કમિશનરને જ્યારે મીડિયા દ્વારા પૂછવામાં આવ્યુ હતુ કે જે તે સમયે કલેક્ટર, સીપી, તત્કાલિન એસપી, ડીસીપી, સહિતના અધિકારીઓ ગેમઝોનમાં એન્જોય કરવા ગયા હતા. જેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. આ તમામ અધિકારીઓ પરમિશન નહીં હોવાનુ જાણતા હોવા છતા ત્યાં ગયા અને ફાયર એનઓસી નહીં હોવા છતા પોલીસે મંજૂરી કેમ આપી હતી. જેના જવાબમાં સીપીએ જણાવ્યુ હતુ કે ફાયર સેફ્ટીના સાધનોના બિલ રજૂ કરાયા છે. પરંતુ તેની આગળની જે કાર્યવાહી કરવાની હતી તે કરાઈ ન હતી. આ જ કારણથી દુર્ઘટનાને કંટ્રોલ કરી શકાઈ ન હતી.

ટીઆરપી ગેમઝોનનું સ્ટ્રક્ચર ટેમ્પરરી હતુ. ચાર વર્ષથી તે ધમધમતુ હતુ, તે અંગે બધા જ જાણતા હોવા છતા પોલીસે કેમ તેને પરવાનગી આપી તે સવાલને સીપી ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા. આ બાદ જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવાશે કે કેમ એવુ પૂછાતા સીપીએ જણાવ્યુ હતુ કે SIT બધા મુદ્દા પર તપાસ કરશે અને તપાસને રેલો ખુદ સીપી સુધી પણ આવ્યો અને આજે સીપીની રાજકોટ પોલીસ કમિશનર તરીકે બદલી કરાઈ છે અને નવી પોસ્ટિંગ ક્યાં કરાશે તેનો હજુ ઓર્ડર કરાયો નથી.

જો કે મહત્વપૂર્ણ બાબત એ છે કે હાલ વર્તમાન અધિકારીઓની બદલી કરવામાં આવી છે પરંતુ જે અધિકારીઓના કાર્યકાળ દરમિયાન આ ગેમઝોનની મંજૂરી આપવામાં આવી હતી, તેમને પોશનારા જે અધિકારીઓ હતા,ગેમઝોનની મુલાકાત લેનારા જે અધિકારીઓ હતા જેમણે અત્યાર સુધી આંખ આડા કાન કર્યા તેમની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ.તેમની સામે પણ કડક કાર્યવાહી કરવાની જરૂર છે. જો સરકાર દ્વારા દાખલારૂપ કાર્યવાહી થશે તો જ આ પ્રકારની ઘટનાઓનો સિલસિલો અટકશે અને ભવિષ્યમાં અધિકારીઓની બેદરકારીના પાપે માસૂમોના જીવ જતા અટકશે.

 

Published On - 6:54 pm, Mon, 27 May 24

Next Article