રાજકોટ પોલીસ દ્રારા લૂંટ ઘાડ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ખુંખાર આરોપીઓની માહિતી આપનારને ઇનામ આપવા ની જાહેરાત કરવામાં આવી છે.રાજકોટ પોલીસ દ્રારા પાંચ ખુંખાર આરોપીની યાદી જાહેર કરી છે જેની માહિતી આપનારને પોલીસ દ્રારા ઇનામ આપવામાં આવશે અને માહિતી આપનારનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.રાજકોટના ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પાર્થરાજસિંહ ગોહિલ દ્રારા આ આરોપીની માહિતી આપનારને 10 હજાર રૂપિયા ઇનામની જાહેરાત કરી છે.
આ ત્રણેય આરોપીઓ સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 307,450,398,332,337,324,323,120(બી) ,427,506(2) તથા આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે
આ બંને આરોપીઓ સામે ગાંધીગ્રામ 2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આઈપીસી 394,458,120(બી),114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.લૂંટ-ધાડ પાડવાની ટેવવાળા છે આ ગુનેગારો આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના ગુનેગારો કુખ્યાત જાંબુઆ ગેંગના સાગ્રીતો છે.થોડા દિવસો પહેલા આ ગેંગના સાગ્રીતો દ્રારા રાજકોટના પોસ વિસ્તારમાં એક બંગલામાં લૂંટની કોશિશ કરવામાં આવી હતી જો કે પોલીસની સતર્કતાને કારણે આ લૂંટ થતા અટકી ગઇ હતી.આ કેસમાં પોલીસે અગાઉ આરોપીઓને પકડી પાડ્યા છે.
જો કે આ ગુનાના હજુ ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દુર છે જે માટે પોલીસે ઇનામ જાહેર કર્યું છે.તો ગાંધીગ્રામ-2 યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાના આરોપીઓ છે જે હજુ પોલીસ પકડથી દુર છે.જે માટે પણ પોલીસે 10 હજારનું ઇનામ જાહેર કર્યું છે.આ આરોપીઓની માહિતી આપનાર અને તેને પકડવામાં મદદ કરનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ વિભાગ તરફથી તેને રોકડ ઇનામ આપવામાં આવશે.