Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસ-X નામની વ્યક્તિનું નામ થયું જાહેર ,વાંચો કોણ છે આ શખ્સ અને શું છે તેની ભૂમિકા?

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજાનું નામ ફરિયાદમાં નોંધાયું છે. આ કેસમાં પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજાની ધરપકડ કરી નથી.

Rajkot: અમિત ખૂંટ આત્મહત્યા કેસ-X નામની વ્યક્તિનું નામ થયું જાહેર ,વાંચો કોણ છે આ શખ્સ અને શું છે તેની ભૂમિકા?
| Edited By: | Updated on: May 13, 2025 | 5:39 PM

રીબડાના યુવાન અમિત ખૂંટની આત્મહત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસ દ્રારા એક સગીરા સહિત ચારની ધરપકડ બાદ પોલીસે હનિટ્રેપ અને આત્મહત્યાના કેસમાં જેની મહત્વની ભુમિકા છે તે વ્યક્તિ X નામની હોવાનો ખુલાસો કર્યો હતો. પોલીસ તપાસમાં આ X નામની વ્યક્તિનો ખુલાસો થયો છે. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સનું નામ રહિમ મકરાણી હોવાનુ ખુલ્યું છે. પોલીસે આ કેસમાં રહિમની શોધખોળ શરૂ કરી છે. રહિમની ધરપકડ બાદ આ કેસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી પુરી શક્યતા છે.

કોણ છે રહિમ મકરાણી ?

પોલીસના કહેવા પ્રમાણે રહિમ મકરાણી જુનાગઢનો રહેવાસી છે.આ કેસમાં પોલીસે જ્યારે પૂજા રાજગોર અને એક સગીરાની ધરપકડ કરી ત્યારે કહ્યું હતું કે રહિમના કહેવાથી પુજાએ આ કાવતરૂ રચ્યું હતું. દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ અમિતને જલદી જામીન ન મળે તે માટે સગીરાને પસંદ કરવામાં આવી હતી. રહિમે જ આ ષડયંત્ર રચ્યું હતું. સગીરાની ફ્રેન્ડ રિકવેસ્ટ પસંદ કર્યા બાદ રહિમ જ સગીરા બનીને અમિત સાથે વાત કરતો હતો અને તેને હનિટ્રેપમાં ફસાવ્યો હતો. પોલીસે રહિમનું નામ ખુલ્લુ કરી દીધું છે. જો કે હાલમાં રહિમ પોલીસ પકડથી દુર છે અને પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહ જાડેજા પર સાશે ગાળિયો ?

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજાનું નામ ફરિયાદમાં નોંધાયું છે. આ કેસમાં પોલીસે ગુનો નોંધ્યો છે પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદિપસિંહ જાડેજાની ધરપકડ કરી નથી. પોલીસ રહિમની ધરપકડ કર્યા બાદ પુરાવાઓ એકત્ર કરીને રીબડાના પિતા પુત્ર વિરુદ્ધ કાયદાનો ગાળિયો મજબૂત કરશે તેવી શક્યતા છે. બીજી તરફ પરિવારજનો સતત પિતા પુત્રની ધરપકડ તાત્કાલિક થાય તેવી માંગ કરી રહ્યા છે.

આ કેસમાં એક સગીરા સહિત ચારની થઇ ચૂકી છે ધરપકડ

અમિત ખૂંટ આત્મહત્યા કેસની તપાસ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસઆઇટીની ટીમ કરી રહી છે. પોલીસ આ કેસમાં અત્યાર સુધીમાં એક સગીરા, પૂજા રાજગોર નામની મહિલા, એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની ધરપકડ કરી ચૂક્યા છે. હવે રહિમની ધરપકડ બાદ આ તપાસ આગળ વધશે. જો કે પોલીસની ઢીલી કામગીરીથી પરિવારજનોમાં નારાજગી જોવા મળી રહી છે. પોલીસ આ કેસમાં આ ટોળકી દ્રારા અગાઉ કોઇ વ્યક્તિને આ રીતે શિકાર બનાવવામાં આવ્યા હતા કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જોવાનું રહેશે પોલીસ તપાસમાં રહિમ મકરાણી નામનો શખ્સ કેટલા સમયમાં પકડાય છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:08 pm, Tue, 13 May 25