સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BHMSની પરીક્ષામાં ઘરેથી જ પેપર લખીને લઈ જવાતા હોવાનો આક્ષેપ, સિન્ડિકેટ સભ્યની પોલીસ ફરિયાદની ચીમકી

|

Oct 01, 2022 | 5:01 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) ઓગસ્ટમાં લેવાયેલી BHMSની ત્રીજા વર્ષની પરીક્ષામાં એક વિદ્યાર્થી ઘરેથી જ પુરવણી લખીને પરીક્ષા આપવા આવતા પકડાયો હતો. વિદ્યાર્થી પર કોપી કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BHMSની પરીક્ષામાં ઘરેથી જ પેપર લખીને લઈ જવાતા હોવાનો આક્ષેપ, સિન્ડિકેટ સભ્યની પોલીસ ફરિયાદની ચીમકી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી

Follow us on

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) ફરી એક વખત વિવાદમાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક પરીક્ષા કારસ્તાન ચર્ચામાં છે. BHMSની પરીક્ષામાં ઘરેથી પેપર લખી જૂની પૂરવણીને ઉત્તરવહી સાથે જોડી દેવાના કૌભાંડનો (Scam) આક્ષેપ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ અને શિસ્ત સમિતિના સભ્ય ડો. કલાધર આર્યએ આક્ષેપ કર્યો છે કે ગઈકાલે BHMSની પરીક્ષામાં (EXAM) એક વિદ્યાર્થી ઘરેથી ઉત્તર લખીને આવ્યો હતો. વિદ્યાર્થી પાસે પરીક્ષાના પ્રશ્નો અને પુરવણી ક્યાંથી આવી અને વિદ્યાર્થીને તે કોણે આપી તે તપાસનો વિષય છે. મેં પરીક્ષા નિયામકને આ અંગે પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું છે. જો યુનિવર્સિટી પોલીસ ફરિયાદ નહીં કરે તો સિન્ડિકેટ સભ્ય તરીકે હું પોલીસ ફરિયાદ કરીશ તેમ કલાધર આર્યએ જણાવ્યું હતુ.

ઓગસ્ટમાં લેવાયી હતી BHMSની ત્રીજા વર્ષની પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઓગસ્ટમાં લેવાયેલી BHMSની ત્રીજા વર્ષની પરીક્ષામાં એક વિદ્યાર્થી ઘરેથી જ પુરવણી લખીને પરીક્ષા આપવા આવતા પકડાયો હતો. વિદ્યાર્થી પર કોપી કેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે અને વિદ્યાર્થી ચાર વર્ષ સુધી પરીક્ષા નહીં આપી શકે તે પ્રકારની સજા એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટીની બેઠકમાં ફટકારાઇ છે. ત્યારે વિદ્યાર્થી પાસે અગાઉથી જ જવાબ લખાવીને BHMSમાં પાસ કરાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય કલાધર આર્યએ આક્ષેપ કર્યો છે કે આ કિસ્સો બન્યાને દોઢ માસ જેટલો સમય વીતી ચૂક્યો છે છતાં યુનિવર્સિટી દ્વારા હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી.

ઘટનાને લઇને અનેક સવાલ

આ ચોરીની ઘટના યુનિવર્સિટી સાથે સંલગ્નિત ગેરૈયા કોલેજમાં ઘટી છે અને મયુર કમલેશભાઈ લીમ્બાચીયા નામનો વિદ્યાર્થી ઘરેથી પુરવણી લખીને આવ્યો હતો. ત્યારે તે વિદ્યાર્થી પાસે પુરવણી ક્યાંથી આવી? અગાઉ જ જવાબ લખીને આવ્યો હતો, તો તેની પાસે સવાલો ક્યાંથી આવ્યા? તે બાબત એક મોટો સવાલ ઊભો કરે છે. આ મામલે સિન્ડિકેટ સભ્ય આર્યએ જણાવ્યું છે કે, જો આ મામલે યુનિવર્સિટી પોલીસ ફરિયાદ નહીં કરે તો સિન્ડિકેટ સભ્ય તરીકે હું પોલીસ ફરિયાદ દાખલ કરીશ.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

ઉપરાંત સિન્ડિકેટ બેઠકમાં યુનિવર્સિટી દ્વારા એક વિવાદાસ્પદ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પરીક્ષાના સીસીટીવી પહેલા કોઈપણ જગ્યાથી જોઈ શકાતા હતા તે હવે માત્ર યુનિવર્સિટીમાં જ જોઈ શકાશે, તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા જ ચોરી થતી અટકાવવા લેવાયેલો નિર્ણય યુનિવર્સિટી દ્વારા જ પાછો ખેંચાતા સવાલ ઉભો થાય છે. તે અંગે ડો. આર્ય એ આક્ષેપ કર્યો હતો કે ચોરી માટે મોકળુ મેદાન આપવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Article