કોટડા સાંગાણીના પ્રગતિશીલ ખેડૂતે દેશી ગોળનું ઉત્પાદન કરી નફો કમાયો, ઓર્ગેનિક ગોળની મીઠાશ લોકોને દાઢે વળગી

|

Jan 31, 2023 | 8:22 PM

Rajkot: કોટડાસાંગાણીની પ્રગતિશીલ ખેડૂતે પોતોની આગવી સુજબુજથી શેરડીનું વાવેતર કરી દેશી ગોળનું ઉત્પાદન કરે છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં કોટડા સાંગાણીનો આ ગોળ વખણાય છે. ગોળ ઉત્પાદકોના જણાવ્યા મુજબ એકવાર આ ગોળનો સ્વાદ ચાખ્યા બાદ તેને લીધા વિના પરત જઈ શક્તો નથી.

કોટડા સાંગાણીના પ્રગતિશીલ ખેડૂતે દેશી ગોળનું ઉત્પાદન કરી નફો કમાયો, ઓર્ગેનિક ગોળની મીઠાશ લોકોને દાઢે વળગી

Follow us on

આજના સમયમાં ખેડૂતો માત્ર ખેતી જ નથી કરતા પણ સાથે સાથે તેની સુજ્બુજ થી વિવિધ સીઝનના પાકો તૈયાર કરી કમાણી પણ કરે છે. આજે સહુ કોઈને ભેળસેળ વિનાનું, શુદ્ધ અને સાત્વિક ખાવાનું જ પસંદ કરે છે. ત્યારે રાજકોટ-ગોંડલ વચ્ચે આવેલા કોટડા સાંગાણીના પ્રગતિશીલ ખેડૂતે દેશી ગોળનું ઉત્પાદન કરી ફાયદો મેળવે છે. ખેડૂતો શિયાળુ પાકમાં શેરડીનું વાવેતર કરી દેશી ગોળનું ઉત્પાદન કરે છે.

સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર કોટડા સાંગાણી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જ આ દેશી ગોળનું ઉત્પાદન વધુ જોવા મળે છે કારણ કે અહીંની જમીનમાં જ કુદરતી મીઠાશ રહેલી હોવાનુ ખેડૂતો જણાવે છે.

સ્વાસ્થ્યની દૃષ્ટિએ ગણો ગુણકારી અને સ્વાદમાં પણ સ્વાદિષ્ટ છે કોટડા-સાંગાણીનો ગોળ

જેમ ગોળ બોલતાં જ મોં માં મીઠાશ આવી જાય છે, ત્યારે માર્કેટમાં મળતા ગોળ અને ખેતી માં ઓર્ગેનિક ઢબે કેમિકલ કે કોઈ પણ જાતની ભેળસેળ વગર તૈયાર કરાયેલ ગોળમાં ખુબ જ મોટો ફરક છે. ભાવની દ્રષ્ટિએ જાજો ફર્ક નથી પરંતુ સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ ખુબજ ગુણકારી અને સ્વાદિષ્ટ હોય છે. ગોળ ખરીદવા આવતા ગ્રાહકોને શેરડીનો રસ આપી વેલકમ કરે છે. કોટડા સાંગાણી ગામે જાવ એટલે અનેક દેશી ગોળના ફાર્મ હાઉસ જોવા મળે છે. ખરીદદાર જયારે ગોળ ખરીદવા જાય છે ત્યારે સૌ પ્રથમ તો તેમને ભરપેટ ધરતીનું અમૃત એટલે કે શેરડીનો તાજો રસ પીવડાવે છે અને પછી દેશી ગોળ તૈયાર થતો હોઈ તેની પ્રક્રિયા જોઈ ગ્રાહકોને પણ પસંદ પડે છે.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

સિઝનમાં 12થી 15 હજાર મણ જેટલો ગોળનું ઉત્પાદન થાય છે

આ પંથકમાં સીઝનમાં લગભગ 5 થી 6 જગ્યાએ 12 થી 15 હજાર મણ જેટલો ગોળ બને છે. દેશી ગોળ જે ઘણા સમય સુધી પણ શુદ્ધ જ રહે છે. બને ત્યાં સુધી ભેજવાળા વાતાવરણથી દૂર રાખવું. અહીંના ગોળના ઉત્પાદકો ગોળની બનાવટમાં પોતાની જ શેરડી વાપરતાં હોઈ છે. ખાસ પોતે જ ઉત્પાદન કરી દેશી ગોળ બનાવે છે. આ દેશી ગોળને અત્યારે કોઈ જ એકસપોર્ટ થતો નથી પરંતુ દેશ વિદેશમાં લોકો અહીંનો ગોળ લઇ જાય છે.

ગોપાલ ફાર્મના જયદીપભાઈ જણાવે છે કે તેઓ ગોળ ખરીદવા આવતા લોકોને લાઈવ જોઈ શકે તે રીતે ગરમ ગરમ ગોળ તૈયાર કરી આપીએ છે અને એક વખત દેશી ગોળ ખાઈ છે એ વારંવાર લેવા માટે આવે છે. દેશી ગોળમાં કોઈ જ પ્રકારનું મિલાવટ જેમકે કલર-કેમિકલ કે કોઈ પણ જાતની દવા કે કોઈ પણ જાતની મિલાવટ કરવામાં નથી આવતી જેથી તે સ્વાદમાં ખુબજ મીઠો હોય છે


100 વીઘામાંથી 45 વીઘામાં શેરડી વાવી દેશી ગોળનું ઉત્પન્ન કરે છે. લગભગ 5 દાયકાથી વધુ સમયથી દેશી ગોળનું ઉત્પાદન કરીએ છીએ. પહેલા દેશી ગોળની માંગ ખુબ જ ઓછી હતી. તેથી માર્કેટમાં કે પીઠુંમાં વહેંચવા મુકવો પડતો હતો. જેમ જેમ લોકો ઓર્ગેનિક-શુદ્ધ કે દેશી તરફ વળતા થયા. લોકો ગોળ લેવા માટે પડાપડી કરતા હોઈ છે ઠેર-ઠેરથી લોકો મોટા જથ્થામાં દેશી ગોળ લઇ જાય છે

મુંબઈ સુધી પ્રસરી છે આ દેશી ગોળની મીઠાશ

રાજકોટ-મોરબી-જામનગર અને છેક મુંબઈ થી લોકો દેશી ગોળ લેવા આવે છે. દેશી ગોળ આરોગ્યવર્ધક હોઈ અને સાથે મેટ્રો સિટીમાં સાત્વિકતા અને શુદ્ધતાને લઇ દેશી ગોળ વધુ પસંદ કરે છે ખાસ કરીને રાજાઓના દિવસોમાં લોકો અહીં વધુ પ્રમાણમાં આવે છે અને 50-60- કે 100 કિલો સુધીનો બલ્કમાં એક સાથે ઓર્ડર આપે છે અને પરિવાર સાથે આરોગવા સાથે પણ લઇ જાય છે.

આ પણ વાંચો: ખાડામાં પડતા યુવકના મોત થવા મામલે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં, મનપા કમિશનરે તપાસ કમિટીની કરી રચના

દેશી ગોળની પ્રક્રિયા દરમ્યાન સ્વાદના શોખીનો તેમાં મસાલા મિશ્રીત ગોળ પણ લેવાનો આગ્રહ રાખે છે .શુદ્ધ ઘી-જાયફળ-બદામ સહીતના વિવિધ મસાલાથી મિશ્રીત કરેલ દેશી ગોળ મોહનથાળનો સ્વાદ પણ ભૂલાવી દેશે.

ઈનપુટ ક્રેડિટ- દેવાંગ ભોજાણી- ગોંડલ

Next Article