Rajkot: Dhorajiના પ્લાસ્ટીક રિસાયકલ ઉદ્યોગ બંધ થતાં 10,000 જેટલા કામદારોની હાલત દયનીય

|

Apr 18, 2021 | 4:28 PM

ધોરાજીમાં આવેલ પ્લાસ્ટિક રિસાઈકલ ઉદ્યોગ હાલ મુશ્કેલીમાં આવી ગયો છે, પ્રથમ લોકડાઉન બાદ શરુ થઈ રહેલા આ ઉદ્યોગ હાલ ફરીથી બંધ થયેલા છે.

Rajkot: Dhorajiના પ્લાસ્ટીક રિસાયકલ ઉદ્યોગ બંધ થતાં 10,000 જેટલા કામદારોની હાલત દયનીય
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ધોરાજીમાં આવેલ પ્લાસ્ટિક રિસાઈકલ ઉદ્યોગ હાલ મુશ્કેલીમાં આવી ગયો છે, પ્રથમ લોકડાઉન બાદ શરુ થઈ રહેલા આ ઉદ્યોગ હાલ ફરીથી બંધ થયેલા છે. અહીંથી અન્ય રાજ્યમાં મોકલવામાં આવતી પ્લાસ્ટિકની વસ્તુઓ અહીં તૈયાર પડી છે, પરંતુ કોરોનાની પરિસ્થતિને લઈને કોઈ વેપાર નથી. અહીં હાલ 400 જેટલા કારખાનાઓ બંધ થઈ ગયા છે અને કામદારો મુશ્કેલીમાં છે.

 

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પ્લાસ્ટિક રિસાઈકલના 400થી વધારે કારખાના આવેલા છે અને હજારો કામદારોને અહીં રોજી રોટી મળી રહે છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી આ કારખાનાની હાલત ખુબ જ ખરાબ છે, કારણ કે અહીં દેશભરના પ્લાસ્ટિકને રિસાઈકલ કરવામાં આવે છે. જે કોરોનાની પરિસ્થિતિએ અહીં આવતું નથી અને જેને લઈને આવા કારખાનામાં રો મટીરીયલની તંગી ઉભી થઈ છે અને રિસાયકલ અને દેશની ગંદકી સાફ કરતો આ ઉદ્યોગ હાલ બંધ હાલતમાં છે, અહીં કારખાનામાં મશીનો બંધ છે, કામ કાજ ઠપ્પ થઈ ગયા છે, સાથે ગત વર્ષથી અહીં જે પ્લાસ્ટિક રિસાયકલમાંથી વસ્તુઓ બને છે તેનો પણ ભરાવો થઈ ગયો છે.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

 

અન્ય અહીં બનતા કાળા પાઈપ અને અન્ય વસ્તુઓ રાજ્યમાં મોકલવામાં આવે છે. પરંતુ બીજા રાજ્યમાં પણ કોરોનાની પરિસ્થિતિએ અહીં બનતી વસ્તુની માંગ ખુબ જ ઓછી થઈ ગઈ છે, જેને લઈને અહીં તૈયાર માલ વેચાયા વગરનો પડયો છે, સાથે સાથે કારખાનેદારોને કારખાના બંધ થતાં કામ કરતા કામદારોને સાચવવાએ મોટો પડકાર છે.

 

ધોરાજીમાં આવેલ પ્લાસ્ટિકના ઉદ્યોગમાં નાની ફેક્ટરીઓ આવેલી છે. અંદાજિત 400 ફેક્ટરીમાં 10 હજાર જેટલા કામદારો સ્થાનિક અને બીજા રાજ્યના કામ કરી રહ્યા છે, હાલ કોરોનાની મહામારીએ પ્રથમ લોકડાઉન બાદ જે રો મટીરીયલ જોઈએ તે મળતું નથી અને જેને લઈને કામકાજ ઠપ્પ છે. ફેક્ટરી બંધ થતાં અહીં કામ કરતા કામદારને રોજી રોટી કેમ આપવી તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને ફેક્ટરી માલિકો મોટી મશ્કેલીમાં મુકાયા છે. પ્લાસ્ટિક ઉદ્યોગકારોએ પહેલા નોટબંધીનો માર સહન કર્યો બાદમાં GST અને કોરોનાકાળમાં વધતા જતા વીજળીના ભાવે પણ પ્લાસ્ટિક રી પ્રોસેસના ઉદ્યોગકારોને મુંઝવણમાં મૂક્યા છે.

 

 

પ્લાસ્ટિકની ફેક્ટરીમાં કામ કરતા કામદારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મોટી મુશ્કેલી ઉભી થઈ છે, ફેક્ટરીઓ બંધ થતા કામદારોની રોજી રોટી છીનવાઈ ગઈ છે. કામદારો ફેક્ટરી ઉપર તો આવે છે, પરંતુ કામ ન હોવાથી રોજગારી મળતી નથી જેને લઈને આ કમદારો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા છે. પરિવારની રોજી-રોટી માટે વલખા મારવા પડે છે.

 

પ્લાસ્ટિક રી પ્રોસેસ ઉદ્યોગમાં સ્થાનિક અને પરપ્રાંતિય મજુરો રોજગાર મેળવતા હતા અને કોરોનાને કારણે કારણે પરપ્રાંતિય મજુરો વતન ચાલ્યા ગયા છે અને અહીં અમુક યુનિટો બંધ થઈ ગયા છે અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા મજુરોની રોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે. કોરોના મહામારીએ લોકોની જીવનશૈલી બદલવા સાથે લોકોની રોજી રોટી ઉપર પણ મોટી અસર થઈ છે, ત્યારે લોકોની જાન માલના રક્ષણ સાથે દરેક ધંધાને ટકાવી રાખવા માટે સરકાર કંઈક નક્કર પગલાં લે તે પણ જરૂરી છે.

 

આ પણ વાંચો: તારક મહેતાનો એનિમેટેડ શો 19 એપ્રિલથી થશે શરૂ, જાણો કેટલા વાગે અને ક્યાં જોઈ શકાશે

Published On - 4:28 pm, Sun, 18 April 21

Next Article