Rajkot: બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2750 રૂપિયા થયો

|

Apr 16, 2022 | 10:49 AM

આજે ફરી સિંગતેલના (Peanut oil) ભાવમાં રૂપિયા 10નો વધારો (Price rise) થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2750 રૂપિયા થયો છે. બે વર્ષથી મગફળીનું વધુ ઉત્પાદન થવા છતા ભાવમાં વધારો યથાવત્ છે. લગ્નની સિઝન આવતા પહેલા આ ભાવ વધારો થયો છે.

Rajkot: બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો, સિંગતેલના ડબ્બાનો ભાવ 2750 રૂપિયા થયો
Rising edible oil prices (File Image)

Follow us on

ભારતમાં ખાદ્યતેલના ભાવમાં હોળી પછી છેલ્લા કેટલાક દિવસોમાં થોડી નરમાઈ જોવા મળી હતી, પરંતુ હવે ગુરુવારથી ફરી એકવાર તેના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. જેથી મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. એક તરફ લગ્નનની સિઝન શરુ થઇ છે. ત્યારે આ સાથે ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં ફરી વધારો થતા લોકો ચિંતામાં મુકાયા છે. ગઇકાલે સિંગતેલ (groundnut oil) અને કપાસિયા તેલ (Cottonseed oil)માં 20-20 રૂપિયાનો ભાવ વધારો થયો હતો. આજે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા 10નો વધારો થયો છે.

બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે. પહેલા સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થયો હતો. આજે ફરી સિંગતેલના ભાવમાં રૂપિયા 10નો વધારો થયો છે. સિંગતેલના ડબ્બાનો ભાવ 2750 રૂપિયા થયો છે. બે વર્ષથી મગફળીનું વધુ ઉત્પાદન થવા છતા ભાવમાં વધારો યથાવત્ છે. લગ્નની સિઝન આવતા પહેલા આ ભાવ વધારો થયો છે. જેના કારણે સામાન્ય વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહ્યો હોવાનું મનાય છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે. તો બીજી તરફ ઇન્ડોનેસિયાની અસર ભારતમાં વર્તાતી હોવાનું મનાય છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

ઈન્ડોનેશિયાની અસર ભારતમાં

ઇન્ડોનેશિયામાં પામ ઓઇલની(Palm Oil)કટોકટીને કારણે ભારતમાં ખાદ્યતેલના ભાવ વધ્યા છે. વિશ્વમાં પામ તેલના સૌથી મોટા ઉત્પાદકો અને નિકાસકારોમાંના એક એવા ઈન્ડોનેશિયામાં પામ ઓઈલની અછત સાથે તે ખૂબ જ અલગ પ્રકારનું સંકટ છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સે અહેવાલ આપ્યો કે માર્ચ 2021માં ઈન્ડોનેશિયામાં એક ટન બ્રાન્ડેડ રસોઈ તેલની કિંમત 14,000 ઈન્ડોનેશિયન રૂપિયા હતી. માર્ચ 2022માં તે વધીને 22,000 ઈન્ડોનેશિયન રૂપિયા થઈ ગઈ છે. આ રીતે દેશમાં ખાદ્યતેલોના ભાવમાં એક વર્ષમાં 57 ટકાનો વધારો થયો છે. 1 ફેબ્રુઆરીના રોજ, ઇન્ડોનેશિયાની સરકારે છૂટક કિંમતની મર્યાદા નક્કી કરી. સ્થાનિક સ્તરે કિંમતોને નિયંત્રિત કરવા ઉપરાંત સરકારે નિકાસકારો માટે નિયમો કડક બનાવ્યા છે.

આ પણ વાંચોઃ Gandhinagar : માણસાના ઇટાદરા ગામમાં સામાન્ય તકરારમાં જુથ અથડામણ, પોલીસ ઘટના સ્થળે

આ પણ વાંચોઃ ગુજરાત એટીએસનો હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાને લઇને મોટો ખુલાસો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article