Rajkot: આખરે રાજકોટના સાંઢિયા પુલના નવિનીકરણનું મુહૂર્ત આવ્યુ, રેલવે વિભાગે મંજૂર કરી ડિઝાઈન

|

Jul 06, 2023 | 5:02 PM

Rajkot: આખરે વર્ષોથી લંબિત સાંઢિયા પુલના નવિનીકરણનું મુહુર્ત આવી ગયુ છે. રેલવે વિભાગને મહાનગરપાલિકા દ્વારા જે ડિઝાઈન આપવામાં આવી હતી તે ડિઝાઈન અંતે રેલવે વિભાગે મંજૂર કરી છે અને ગણતરીના દિવસોમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Rajkot: આખરે રાજકોટના સાંઢિયા પુલના નવિનીકરણનું મુહૂર્ત આવ્યુ, રેલવે વિભાગે મંજૂર કરી ડિઝાઈન

Follow us on

રાજકોટના વર્ષો જૂના સાંઢિયા પુલ ઓવરબ્રિજના નવિનીકણનું મુર્હત આવી ગયું છે.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા જે ડિઝાઇન આપવામાં આવી હતી તે ડિઝાઇન અંતે રેલવે વિભાગે મંજૂર કરી છે અને ગણતરીના દિવસોમાં તેને આખરીઓપ આપીને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. રેલવે વિભાગ અને મહાનગરપાલિકા વચ્ચે બેઠક થયા બાદ આ અંગેનો આખરી નિર્ણય લેવાશે અને ત્યારબાદ ટેન્ડર સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સાંઢિયા પુલના નવીનીકરણથી હજારો વાહનચાલકોને ફાયદો થશે.

રેલવે વિભાગે ડિઝાઇન ફાઇનલ કરી

રાજકોટનો સાંઢિયા પુલ જામનગર રોડ પરથી શહેરી વિસ્તારમાં આવવાનું પ્રવેશદ્રાર છે. આ બ્રિજની જે ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. તેમાં રેલવે વિભાગે સૂચનો આપ્યા હતા. જે સૂચનોની અમલવારી કરીને આ બ્રિજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્રારા મહાનગરપાલિકાએ આપેલી સુધારાવાળી ડિઝાઇનને મંજૂર કરી દેવામાં આવી છે.

ટૂંક સમયમાં આ અંગે ઉચ્ચ કક્ષાએથી લીલીઝંડી આવતાની સાથે જ આ બ્રીજનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.જો કે હજુ પણ ગ્રાન્ટને લઇને પ્રશ્ન ઉભો રહ્યો છે. રેલવે પાટા ઉપરની જમીન રેલવે વિભાગની માલીકીની છે ત્યારે મહાનગરપાલિકાએ પાંચ કરોડના ખર્ચમાં સાથ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. જે અંગે રાજકોટ મહાનગરપાલિકા અને રેલવે વિભાગ એકાદ બે દિવસમાં નિર્ણય લેશે અને ત્યારબાદ આ કામગીરી આગળ વધશે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

આ પણ વાંચો : Gujarati Video : રાજકોટમાં વર્ષ 2021માં શરૂ થયેલા માધાપર ચોકડી બ્રિજનું કામ અઢી વર્ષ બાદ પણ અધ્ધરતાલ, દોઢ વર્ષમાં બ્રિજ પૂર્ણ કરવાનો કરાયો હતો દાવો

હાલ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી

રાજકોટનો સાંઢિયો પુલ જર્જરિત હાલતમાં છે અને ભયગ્રસ્ત છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બ્રિજની બંન્ને બાજુએ એંગલ લગાવીને ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહિ બ્રિજની મધ્યમાં એંગલ લગાવી દેવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકાની તપાસમાં આ બ્રિજ નબળો પડી ગયો હોય તેવો રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જે બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો. જો બ્રિજનું કામ શરૂ થયા તો ભોમેશ્વર વિસ્તારમાંથી વૈકલ્પિક રસ્તો પસાર થશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article