રાજકોટમાં PGVCLએ ફાડ્યા ગ્રાહકોનાં તોતિંગ બિલ, રાજ્ય સરકારે કરેલી રાહતની જાહેરાત હવામાં રહી ગઈ અને ગ્રાહકોનાં ખિસ્સા થયા ખાલી

|

Jun 12, 2020 | 10:45 AM

રાજકોટમાં PGVCLના તોતિંગ વિજ બિલથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. લૉકડાઉન ખુલતા જ PGVCLએ બિલની સાયકલ ચાલુ કરીને લોકોને ઘરે-ઘરે પહોંચાડવાનું શરૂ કર્યું જો કે બિલ જોતા જ અનેકને મૂર્છા આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. લૉકડાઉનમાં એક તરફ લોકોની આવક બંધ રહી કે ઘટી ગઈ છે ત્યારે PGVCL દ્વારા એકસામટા 4 મહિનાના બિલ ફટકારવામાં આવતા […]

રાજકોટમાં PGVCLએ ફાડ્યા ગ્રાહકોનાં તોતિંગ બિલ, રાજ્ય સરકારે કરેલી રાહતની જાહેરાત હવામાં રહી ગઈ અને ગ્રાહકોનાં ખિસ્સા થયા ખાલી
http://tv9gujarati.in/rajkot-pgvcl-e-f…o-na-madyo-laabh/

Follow us on

રાજકોટમાં PGVCLના તોતિંગ વિજ બિલથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. લૉકડાઉન ખુલતા જ PGVCLએ બિલની સાયકલ ચાલુ કરીને લોકોને ઘરે-ઘરે પહોંચાડવાનું શરૂ કર્યું જો કે બિલ જોતા જ અનેકને મૂર્છા આવી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. લૉકડાઉનમાં એક તરફ લોકોની આવક બંધ રહી કે ઘટી ગઈ છે ત્યારે PGVCL દ્વારા એકસામટા 4 મહિનાના બિલ ફટકારવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો છે. કેટલાક ગ્રાહકો સરકારે જાહેર કરેલી રાહત ન મળ્યાનો આરોપ લગાવે છે તો વિજળીના તોતિંગ બિલને લઈ ગ્રાહકો અને PGVCLના સ્ટાફ વચ્ચે બોલાચાલી પણ થઈ રહી છે. જણાવવું રહ્યું કે રાજ્ય સરકારે વિજ બિલમાં રાહતની જાહેરાત તો મોટા ઉપાડે કરી પરંતુ PGVCLને 100 યુનિટની સહાય અંગેનો પરિપત્ર હજુ સુધી મળ્યો જ નથી. આ પરિપત્ર મળ્યા બાદ ગ્રાહકોને તે અંગે લાભ મળી શકે છે પણ ત્યાર સુધી તો ગ્રાહકોએ ખિસ્સા ખાલી કરવા જ પડશે.

વિજ કંપની સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જો કે વિજ કંપનીનો દાવો છે કે તમામ બિલ યોગ્ય છે. ઉનાળામાં વિજના વપરાશમાં વધારો થાય છે તેના કારણે વિજ બિલ વધારે આવે છે, જ્યારે વિજ કંપનીએ સરકારી રાહતની વાતનો તો છેદ જ ઉડાવી દીધો. કંપનીનું કહેવું છે કે સરકાર તરફથી હજુ સુધી તેઓને કોઇ જાણ કરવામાં આવી નથી કે 100 યુનિટની સહાય અંગેનો પરિપત્ર હજુ સુધી મળ્યો જ નથી.

કોરોનાની આફતમાંથી હજુ લોકો બહાર નથી આવ્યા ત્યાં વિજ કંપનીઓએ ઉઘરાણી શરૂ કરી દીધી છે જેના કારણે લોકોની પરેશાની વધી ગઇ છે. સરકારી રાહત પણ લોકો સુધી પહોંચી નથી જેનાથી પણ લોકોનામાં રોષ છે ત્યારે સવાલ એ છે કે સરકાર અથવા વિજ કંપનીઓ આફતના આ કાળમાં લોકોને રાહત ના આપી શકે ? વર્ષોથી લોકો પ્રમાણિકતાથી બિલ ભરે છે પરંતુ જ્યારે લોકો સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે વિજ કંપનીઓ લોકોની પડખે ના ઉભી રહી શકે?

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

 

 

Next Article