ખેડુતોનો પાક પાણીમાં! મગફળી અને કપાસનો પાક પલળી જતા ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં

|

Sep 30, 2019 | 10:56 AM

તો ભારે વરસાદના કારણે રાજકોટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ પંથકના ખિલોરી, ધરાળા, મેતા ખંભાળિયા, દેરડી અને વિંઝીવડ સહિતના ગામોના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. મગફળીનો પાક અત્યારે તૈયાર થઈ ગયો હોય તેની વચ્ચે ભારે વરસાદ પડતા મગફળી જમીનમાં જ ઉગી નીકળી છે. આ પણ વાંચો: […]

ખેડુતોનો પાક પાણીમાં! મગફળી અને કપાસનો પાક પલળી જતા ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં

Follow us on

તો ભારે વરસાદના કારણે રાજકોટ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ગોંડલ પંથકના ખિલોરી, ધરાળા, મેતા ખંભાળિયા, દેરડી અને વિંઝીવડ સહિતના ગામોના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. મગફળીનો પાક અત્યારે તૈયાર થઈ ગયો હોય તેની વચ્ચે ભારે વરસાદ પડતા મગફળી જમીનમાં જ ઉગી નીકળી છે.

આ પણ વાંચો: શું તમે નવરાત્રીના ઉપવાસ કરી રહ્યાં છો? તો દિવસભર આ ખોરાક લેવાથી તમારી એનર્જી જળવાઈ રહેશે

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સાથે જ ફુગનો ઉપદ્રવ વધતા મગફળી પકવતા ખેડૂતોને વધુ નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગોંડલ અને તેની આસપાસના ખેડૂતો હવે વરસાદ વિરામ લે તેની રાહ જોઈ રહ્યા છે. એક તરફ સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે જ્યારે બીજીબાજૂ ભારે વરસાદના કારણે મગફળીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો હવે ચિંતામાં મૂકાઈ ગયા છે. ભારે વરસાદના કારણે જે નુકસાન થયું છે તેની સામે સરકાર થોડી સહાય કરે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article