Rajkot : ખુદ મોત સામે જંગ લડતા ફારૂકભાઈ, કોરોના કાળમાં આપી રહ્યા છે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા

|

May 11, 2021 | 4:40 PM

ફારૂકભાઈ પોતે મોત સામે લડી રહ્યા હોવા છતાં તેમના પુત્ર સાથે દિવસ રાત જોયા વગર કોરોના દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર હોસ્પિટલ પહોચાડી રહ્યા છે અને સેવા આપી રહ્યા છે.

Rajkot : ખુદ મોત સામે જંગ લડતા ફારૂકભાઈ, કોરોના કાળમાં આપી રહ્યા છે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવા

Follow us on

કોરોના મહામારીમાં દિવસેને દિવસે ભયંકર સ્વરૂપ લઈ રહ્યું છે અને ઘણા લોકોએ આ વાયરસથી અનેક સુવિધાઓ પણ મળવાથી મોતને ભેટ્યા છે. ત્યારે રાજકોટ જીલ્લાના જેતપુર (jetpur) તાલુકામાં એક એવા વ્યક્તિ છે કે જે પોતે મોત સામે ઝઝૂમી રહ્યા છે. કોરોના દર્દીઓને એવી સારવાર કરી રહ્યા છે કે ઈશ્વર પણ સલામી આપશે એમની આ સેવાને તો ચાલો જાણીએ સેવા કરતાં વ્યક્તિ વિશે.

કોરોના દર્દીઓ માટે નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા હાલની પરિસ્થતિને જોતા જેતપુરમાં કોરોના દરીઓને કોઇપણ હોસ્પીટલમાં જવા આવવા માટે એમ્બ્યુલન્સ નથી મળી રહી જેના કારણે લોકો હોસ્પિટલ સુધી નથી પહોંચી શકતા અને આખરે મોતને ભેટી રહ્યા હતા. પરંતુ આ દર્દ જોઈ જેતપુર નવાગઢ વિસ્તારમાં રહેતા ફારૂકભાઈ મોદન રહી ન શક્યા અને પોતે જ ગ્રુપ પાસેથી મદદ લઈ બે ગાડીઓ લીધી અને તેને જ એમ્બ્યુલન્સ બનાવી દીધી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ઉલ્લેખનીય છે કે નિશુલ્ક એમ્બ્યુલન્સની સેવા આપતા ફારૂકભાઈ તે પોતે જ મોત સામે ઝઝૂમી રહ્યો છે. ફારૂકભાઈ મોદન છેલ્લા દોઢ વર્ષથી બ્લડ કેન્સરથી પીડિત છે અને દવાઓ અને થેરાપી પર પોતે મોત સામે જંગ લડી રહ્યા છે. ફારૂકભાઈ પોતે મોત સામે લડી રહ્યા હોવા છતાં તેમના પુત્ર સાથે દિવસ રાત જોયા વગર કોરોના દર્દીઓ પાસેથી એક પણ રૂપિયો લીધા વગર હોસ્પિટલ પહોંચાડી રહ્યા છે.અને સેવા આપી રહ્યા છે.

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય આ કહેવતને ફારૂકભાઈ અને તેમના પરિવારે સાર્થક કરી છે. કારણ કે આ કપરા સમયમાં કોરોના નામથી લોકો દુર ભાગી રહયા છે. ત્યારે ફારૂકભાઈ અને તેમનો દીકરો ફોન આવે એટલે તરતજ કોરોના દર્દીઓને ઘરેથી લઈ રાજકોટ,જુનાગઢ ,સાંકળી તેમજ આજુબાજુની હોસ્પીટલમાં સારવાર માટે પહોંચાડે છે અને અત્યાર સુધીમાં ફારુકભાઈએ 50 જેટલા દર્દીઓને રાજકોટ જુનાગઢ પહોંચાડયા છે અને જેતપુરમાં પણ તેમની એમ્બ્યુલન્સ દિવસ રાત આ સેવામાં ચાલી રહી છે.ફારૂકભાઈની આ એબ્યુલાન્સની સેવાથી ઘણા જીવો બચ્યા છે. ત્યારે મોત સામે ઝઝૂમી રહેલા ફારૂકભાઈએ પોતાની ચિંતા કર્યા વગર આવી સેવા કરી એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ પણ વાંચો : Rajkot: કોવિડ સારવાર માટે માં અમૃતમ કાર્ડની યોજના કાગળ પર, 33 હોસ્પિટલે આયુષ્માન, મા કાર્ડ પર સારવારની પાડી ના

 

Next Article