VIDEO: રાજકોટમાં બહારથી ડુંગળીની આયાત શરૂ કરાતા ખેડૂતોમાં રોષ, ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ

|

Dec 04, 2019 | 9:41 AM

વર્ષો બાદ ડુંગળીના ભાવ વધતા ખેડૂતોને સારા ભાવની આશા બંધાઈ છે. પરંતુ સરકારના એક નિર્ણયને ખેડૂતોની આ આશા પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચી સારા ભાવ મેળવે તે પહેલા જ બહારથી ડુંગળીની આવક શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે. જેના કારણે “ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો” તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. […]

VIDEO: રાજકોટમાં બહારથી ડુંગળીની આયાત શરૂ કરાતા ખેડૂતોમાં રોષ, ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોનો વિરોધ

Follow us on

વર્ષો બાદ ડુંગળીના ભાવ વધતા ખેડૂતોને સારા ભાવની આશા બંધાઈ છે. પરંતુ સરકારના એક નિર્ણયને ખેડૂતોની આ આશા પર પાણી ફેરવી દીધું છે. ખેડૂતો યાર્ડમાં ડુંગળી વેચી સારા ભાવ મેળવે તે પહેલા જ બહારથી ડુંગળીની આવક શરૂ કરવા સરકારે નિર્ણય લીધો છે. જેના કારણે “ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો” તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટમાં ખેડૂતોએ સરકાર દ્વારા બહારથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: VIDEO: ટ્રાફિક નિયમોને લઈ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નહીં

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

જૂના માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ભારે સૂત્રોચ્ચાર સાથે ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. એક તરફ રાજકોટના યાર્ડમાં હાલ 40 હજાર બોરીની આવક થઈ છે. તો ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ મોટા પ્રમાણમાં ડુંગળી આવતા આવક બંધ કરવાની ફરજ પડી હતી. તેની વચ્ચે સરકાર બહારથી ડુંગળી આયાત કરી રહી છે. જેને લઈ તાત્કાલિક બહારથી આવતી ડુંગળીની આવક બંધ કરી ખેડૂતોને સારા ભાવ આપી ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article