Rajkot સિવિલ હોસ્પિટલની સિદ્ધિ: જાણો એવું તો શું કર્યું હોસ્પિટલે કે રાજ્ય સરકારે કરી સન્માનિત

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 10:46 PM

Rajkot: શહરની સિવિલ હોસ્પિટલને આયુષ્માન કાર્ડની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્ય સરકારે એવોર્ડ આપ્યો છે. એટલું જ નહીં આ કામગીરીના વખાણ પણ થયા છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલે નવી સિદ્ધિ મેળવી છે. સરકારની આયુષ્માન ભારત યોજનાને ત્રણ વર્ષ પૂરા થયા છે ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલને આયુષ્માન કાર્ડની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્ય સરકારે એવોર્ડ આપ્યો છે. જી હા સિવિલ હોસ્પિટલને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. કેમ કે રાજકોટ સિવિલ દ્વારા ત્રણ વર્ષમાં છ હજારથી વધારે આયુષ્માન કાર્ડ કાઢવામાં આવ્યા છે. આટલા આયુષ્માન કાઢી આપીને રાજકોટ સિવિલે રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે.

રાજ્ય સરકારે હોસ્પિટલની કામગીરીના કરેલા વખાણને પગલે હવે હોસ્પિટલે ગ્રીન કોરિડોરની સેવા શરૂ કરી છે. આ સેવા અંતર્ગત દર્દીઓને એક હેલ્પ ડેસ્ક પર જ ઘણી બધી માહતી મળી રહેશે. આ ડેસ્ક પર જ વિભાગના અને ડોક્ટરની હાજરીના પ્રશ્નોથી લઈને આયુષમાન કાર્ડ કાઢવા સુધીના પ્રશ્નોની માહિતી મળી રહેશે. હોસ્પિટલ તંત્ર દ્વારા આ માટે ખાસ અધિકારીની પણ નિમણૂક કરવામાં આવશે. ગ્રીન કોરિડોરને કારણે હવે બહારગામથી આવતા દર્દીઓના સમયનો બચાવ થશે અને તેમને ત્વરિત સારવાર મળશે.

આ પણ વાંચો: RAJKOT : ખાડા પુરવા શહેર કોંગ્રેસ પ્રમુખે ઉપાડયો પાવડો, મેયરે કહ્યું,આ કોંગ્રેસનો પબ્લિસિટી સ્ટંટ છે

આ પણ વાંચો: RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PHD મુદ્દે કુલપતિને NSUIએ આપ્યો નકલી ચલણી નોટનો હાર

g clip-path="url(#clip0_868_265)">