Rajkot: ગ્રામ પંચાયતની ચૂંટણી માટે દિવ્યાંગે ભર્યું ફોર્મ, ડિપોઝિટ પેટે 2 હજારના સિક્કાનો કરી દીધો ઢગલો

|

Nov 30, 2021 | 8:00 AM

Rajkot: ગોંડલ તાલુકામાં 77 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ભાવેશ પ્રાગજીભાઈ ઘેટિયા નામના દિવ્યાંગએ દેરડી કુંભાજી ગ્રામ પંચાયતમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

Rajkot: રાજ્યભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના (Gram Panchayat Election) પડઘમ વાગી ચૂક્યા છે. ત્યારે હવે રાજ્યભરમાં ફોર્મ ભરાવવાની પ્રક્રિયા પણ શરુ થઇ ગઈ છે. આ વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ગોંડલના દેરડી કુંભાજી (Derdi Kumbhaji) ગ્રામ પંચાયતની ચૂંટણી માટે દિવ્યાંગ ઉમેદવારે ફોર્મ ભર્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આ દિવ્યાંગે ફોર્મ ભરતી વખતે 2 હજારના ચલણી સિક્કા ડિપોઝિટ માટે જમા કરાવ્યાં.

ભાવેશ પ્રાગજીભાઈ ઘેટિયા નામના દિવ્યાંગે ઉમેદવારી ફોર્મ ભર્યું. અને કહ્યું કે ગ્રામ પંચાયતમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે જેના વિરોધમાં તેઓએ ફોર્મ ભર્યું છે. તો તેમને એમ પણ કહ્યું કે રૂપિયો રૂપિયો કરીને આ પૈસા ભેગા કર્યા હતા.

તો જણાવી દઈએ કે ગોંડલ તાલુકામાં 77 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે ભાવેશ પ્રાગજીભાઈ ઘેટિયા નામના દિવ્યાંગએ દેરડી કુંભાજી ગ્રામ પંચાયતમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ડિપોઝિટ માટે એક એક રૂપિયાના 2000 સિક્કા જમા કરાવ્યા હતા. આ આગવી સ્ટાઈલના કારણે ઠેર ઠેર હવે તેમની ચર્ચા થવા લાગી છે.

 

આ પણ વાંચો: વર્દીનો નશો ઉતર્યો: પીધેલી હાલતમાં મહિલા પત્રકાર સાથે મારઝૂડ કરનાર અમરાઈવાડી PI ડામોર સસ્પેન્ડ, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો: વાપી નગરપાલિકાની ચૂંટણીનું આજે પરિણામ, 43 બેઠકો પર ત્રિપાંખીયા જંગમાં કોણ મારી જશે બાજી?

Next Video