Rajkot Breaking News: તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો, 10 જ દિવસના અંતરાલમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઝીંકાયો વધારો! જુઓ Video

રાજકોટમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. સિંગતેલનો ભાવ ડબ્બે ₹2900 અને કપાસિયા તેલનો ભાવ ₹2795 પર પહોંચ્યો છે. છેલ્લા 10 દિવસમાં સિંગતેલમાં ₹50 અને કપાસિયા તેલમાં ₹40નો વધારો નોંધાયો છે.

| Edited By: | Updated on: Aug 08, 2026 | 11:24 AM

રાજકોટમાં તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. સિંગતેલનો ભાવ ડબ્બે 2900 રૂપિયા સુધી પહોંચ્યો છે. સિંગતેલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કપાસિયા તેલમાં પણ 40 રૂપિયાના વધારા સાથે 2795 પર ભાવ પહોંચ્યો છે. રક્ષાબંધન, શ્રાવણ માસ અને જન્માષ્ટમી પર્વ પહેલા જ ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચનું બજેટ ખોરવાશે

તહેવારોની સિઝનમાં ખાદ્યતેલના ભાવ વધતાં મધ્યમવર્ગીય પરિવારોના ઘરખર્ચનું બજેટ ખોરવાશે. રક્ષાબંધન, શ્રાવણ માસ અને જન્માષ્ટમી જેવા તહેવારોમાં પૂરી, પકોડા, ફરસાણ, મીઠાઈ અને અન્ય વાનગીઓ બનાવવા માટે તેલનો વપરાશ વધે છે. સિંગતેલનો ડબ્બો ₹2900 અને કપાસિયા તેલ ₹2795 સુધી પહોંચતાં પરિવારોએ તહેવારની ખરીદીમાં વધુ ખર્ચ કરવો પડશે. તેલના ભાવમાં વધારો માત્ર રસોડાના બજેટને જ અસર કરતો નથી, પરંતુ ફરસાણ, મીઠાઈ અને નાસ્તાના ભાવમાં પણ વધારો થઈ શકે છે. પરિણામે તહેવારો દરમિયાન બહારથી ફરસાણ કે મીઠાઈ ખરીદતા પરિવારોનું બજેટ પણ વધી શકે છે.

આ પણ વાંચો, બ્રાન્ડેડ નામે બનાવટી ઘીનું ઉત્પાદન, ગાંધીનગરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો પર્દાફાશ

Published On - 11:00 am, Sat, 8 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.