Breaking News: દુબઇથી મુંબઇ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું રાજકોટમાં કરાયુ ઈમરજન્સી લેન્ડિંગ

રાજકોટમાં દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે. ઈન્ડિગોની ફ્લાઈટ મુંબઈથી દુબઈ જવા માટે ટેક ઓફ થઈ હતી. પરંતુ કાર્ગો સાઈડમાં સ્મોક ડિટેક્ટ થતા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે.

| Edited By: | Updated on: Jul 27, 2026 | 4:15 PM

રાજકોટમાં દુબઈથી મુંબઈ જતી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે. ઈન્ડિગોની ફ્લાઈટ મુંબઈથી દુબઈ જવા માટે ટેક ઓફ થઈ હતી. પરંતુ કાર્ગો સાઈડમાં સ્મોક ડિટેક્ટ થતા ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે. જો કે હાલ કોઈ પણ દુર્ઘટનાના સમાચાર નથી. તકેદારીના ભાગરૂપે આ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ છે અને એમ્બ્યુલન્સ તેમજ 108 સહિતની ટીમો સ્ટેન્ડબાય રખાઈ હતી.

ઉલ્લેખનિય છે કે દુબઈથી મુંબઈ તરફ જતી ફ્લાઈટમાં અચાનક સ્મોક ડિટેકટ થયુ અને આગની આશંકા સેવાઈ હતી જેના પગલે થોડીવાર માટે ભારે હડકંપ મચી ગયો હતો. જો કે તાત્કાલિક પાયલટે નજીકના ઍરપોર્ટનો સંપર્ક કર્યો હતો. મિડ-ઍરમાં સર્જાયેલી આ સ્થિતિને કારણે પ્લેનમાં સવાર પેસેન્જર્સ અને ક્રુ મેમ્બર્સમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો

પ્રાપ્ત વિગતો અનુસાર  ફ્લાઈટમાં લગેજ કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો જોવા મળતાં ક્રૂ સભ્યોએ આગ પર નિયંત્રણ મેળવવા માટે પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને પાયલોટે ફ્લાઈટને રાજકોટ તરફ ડાયવર્ટ કરી ઈમરજન્સી લેન્ડિંગ કર્યુ હતુ.

અધિકારીઓએ જણાવ્યું છે કે ફ્લાઈટના સુરક્ષિત લેન્ડિંગ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને ઘટનાની તપાસ શરૂ કરવામાં આવશે.

તકેદારીના ભાગ રૂપે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

તંત્ર દ્વારા તમામ મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કામગીરી કરવામાં આવી રહી છે. વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ મુસાફરોને સલામત બહાર કાઢવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હતી. રાજકોટ એરપોર્ટ સત્તાવાળા હાલ સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

અમદાવાદથી સૌરાષ્ટ્ર જવાનો નેશનલ હાઈવે ફરી થયો શરૂ, મુસાફરોએ લીધો રાહતનો શ્વાસ- Video

Published On - 3:49 pm, Mon, 27 July 26

Follow Us