Rajkot : અમુલ બાદ રાજકોટ ડેરી અને બરોડા ડેરી એસોસિયેશને પણ કર્યો ભાવ વધારો, જાણો ક્યારથી અમલી બનશે આ ભાવ વધારો
રાજકોટ ડેરી એસોસિયેશને કર્યો ભાવ વધારો

Rajkot : અમુલ બાદ રાજકોટ ડેરી અને બરોડા ડેરી એસોસિયેશને પણ કર્યો ભાવ વધારો, જાણો ક્યારથી અમલી બનશે આ ભાવ વધારો

| Edited By: | Updated on: Jul 01, 2021 | 1:48 PM

Rajkot Dairy Association :  રાજકોટ જિલ્લમાં સ્થાનિક ડેરીમાં છુટક દુધ વેચતા ડેરીનાં સંચાલકોએ રાજકોટ ડેરી એસોસિયેશને ભાવ વધારો (price increase) કરવા માંગ કરી હતી. ત્યારે આવતીકાલથી રોજકોટવાસીઓએ પ્રતિ લિટરે લોકોને બે રૂપિયા વધુ ભાવ ચુકવવો પડશે.

Rajkot Dairy Association :  અમુલ દુધમાં થયેલ ભાવ વધારા બાદ, રાજકોટ અને બરોડા  ડેરી એસોસિયેશને પણ દુધનાં ભાવમાં વધારો કર્યો છે, આ ભાવ વધારાનો (price increase) આજથી અમલી બનશે.

પેટ્રોલ- ડીઝલ (Petrol-diesel) બાદ દુધના ભાવમાં થયેલ વધારાને ગૃહિણીઓનુ બજેટ (Budget) ખોરવાયું છે, અમુલે કરેલ ભાવ વધારાને (price increase) કારણે  અન્ય ડેરી એસોસિયેશને પણ, તેમના દુધના ભાવમાં વધારો કર્યો છે.

 

મહત્વપૂર્ણ છે કે, અમુલે ગોલ્ડ (Gold) ,શકિત (Shakti) અને તાજા ( taaja) દુધમાં લિટરદીઠમાં બે રૂપિયાનો વધારો કર્યો છે, જે ભાવ વધારો રાજ્યમાં આજે 1 જુલાઈથી અમલી બન્યો છે. ગુજરાત મિલ્ક માર્કટિંગ ફેડરેશન (Gujarat milk marketing federation) દ્વારા આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીને કારણે લોકોને પડેલ આર્થિક મુશ્કેલી વચ્ચે લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. દુધમાં થયેલ ભાવ વધારાને પગલે  લોકોનું કહેવું છે કે, “એક બાદ એક થઈ રહેલા ભાવ વધારાને કારણે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.”

આપને જણાવવું રહ્યું કે,રાજકોટ અને વડોદરા જિલ્લામાં સ્થાનિક ડેરીમાં છુટક દુધ વેચતા ડેરીનાં સંચાલકોએ રાજકોટ અને બરોડા ડેરી એસોસિયેશને પણ ભાવ વધારો કરવા માંગ કરી હતી. ત્યારે  રાજકોટ અને વડોદરા વાસીઓએ પ્રતિ લિટરે લોકોએ બે રૂપિયા વધુ ભાવ ચુકવવો પડશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ ડેરી એસોસિયેશન ઉપરાંત બરોડા ડેરી (Baroda dairy) દ્વારા પણ આ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે.

Published on: Jul 01, 2021 08:08 AM