ગુજરાતમાં ગોઝારો અકસ્માત, રાજકોટ-ભાવનગર હાઈવે બન્યો રક્તરંજિત, 4 સગા ભાઇઓ સહિત 5ના મોત : Video

|

Jan 27, 2019 | 4:50 AM

રાજકોટ-ભાવનગર હાઈવે ફરીવાર રક્તરંજીત બન્યો છે. હાઈ-વે પર આવેલા આટકોટ અને જંગવડ ગામ વચ્ચે કાર પલટી જતા 5 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..અકસ્માતમાં લક્ષ્મણ કુવાડિયા, નિલેષ ચાવડા, રાકેશ ચાવડા, ભરત કેરાસીયા અને કલ્પેશ કેરાસીયાનાં મોત નીપજ્યા છે…મૃતકો ભાવનગરનાં રંઘોણાનાં હોવાનું અનુમાન […]

ગુજરાતમાં ગોઝારો અકસ્માત, રાજકોટ-ભાવનગર હાઈવે બન્યો રક્તરંજિત, 4 સગા ભાઇઓ સહિત 5ના મોત : Video

Follow us on

રાજકોટ-ભાવનગર હાઈવે ફરીવાર રક્તરંજીત બન્યો છે. હાઈ-વે પર આવેલા આટકોટ અને જંગવડ ગામ વચ્ચે કાર પલટી જતા 5 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યા છે.

જ્યારે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે..અકસ્માતમાં લક્ષ્મણ કુવાડિયા, નિલેષ ચાવડા, રાકેશ ચાવડા, ભરત કેરાસીયા અને કલ્પેશ કેરાસીયાનાં મોત નીપજ્યા છે…મૃતકો ભાવનગરનાં રંઘોણાનાં હોવાનું અનુમાન છે..કારમાં સવાર લોકોને રાજકોટમાં લગ્નપ્રસંગમાં જતા સમયે અકસ્માત નડ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અકસ્માતની કરુણતા એ છે કે મૃતકોમાં ચાર વ્યક્તિઓ તો સગાભાઈ હતા. મૃતકોમાં 32 વર્ષીય લક્ષ્મણ કુવાડિયા, 26 વર્ષીય નીલેશ ધીરૂભાઈ ચાવડા, 23 વર્ષીય રાકેશ ધીરૂભાઈ ચાવડા, 23 વર્ષીય ભરત વાશિંગભાઈ કેસરિયા અને 26 વર્ષીય કલ્પેશ વાશિંગભાઈ કેસરિયા. મૃતકોમાં નીલેશ અને રાકેશ સગા ભાઇઓ છે, તો ભરત અને કલ્પેશ પણ સગા ભાઇઓ છે.

મળતી માહિતી મુજબ આ તમામ લોકો જૂનાગઢમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતાં, ત્યારે જંગવડ ગામ પાસે અકસ્માત નડ્યો હતો. મૃતકોમાં એક સુરતનો, બે લાખાવડના અને બે રંઘોળા ગામના છે, જ્યારે ઈજાગ્રસ્ત બે યુવાનો સિહોરના નેસડા ગામના હોવાનું ખુલ્યું છે.

જુઓ વીડિયો :

[yop_poll id=834]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:47 am, Sun, 27 January 19

Next Article