RAJKOT : ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આગામી સમયમાં યોજાવા જઇ રહી છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભર્યા છે.
ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આગામી સમયમાં યોજાવા જઇ રહી છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલના 16 ઉમેદવારોએ પોતાનાં ફોર્મ ભર્યા છે. 10 ખેડૂત વિભાગ માટેના, 2 સહકારી જ્યારે કે 4 વેપારી વિભાગ માટેના ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. ફોર્મ ભરવા સમયે ધારાસભ્ય જયેશ રાદડિયા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષે હજુ સુધી એક પણ ફોર્મ નથી ભર્યું. ત્યારે તમામ બેઠકો બિનહરિફ થાય તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે. ત્યારે ભાજપે તેની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
સૌરાષ્ટ્રના અગ્રણી ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી આગામી ઓક્ટોબર માસની 13 તારીખે યોજાનાર છે. જે માટે ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર નિયામક દ્વારા સુચના પત્ર જાહેર કરાયું છે તેમાં ઉમેદવારી ફોર્મ તા.30 સપ્ટેમ્બર, ફોર્મ તપાસવાની તારીખ 1 ઓક્ટોબર, ઉમેદવારી પાછી ખેંચી લેવાની તારીખ 4 ઓક્ટોબર, મતદાન તા.13 ઓક્ટોબર અને મતગણતરી તારીખ 14 ઓક્ટોબરના યોજાનાર છે.
ઉપરોક્ત તમામ કાર્યવાહી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ખાતે યોજાશે ચૂંટણી કરવા ના સભ્યો ની સંખ્યા ખેડુત મત વિભાગ માં 10 વેપારી મત વિભાગ માં ચાર અને સહકારી ખરીદ વેચાણ મંડળી મત વિભાગ માં 2 છે, આ ઉપરાંત ખેડૂત મતદારો 650 ખરીદ વેચાણ સંઘ ના મતદારો 95 અને વેપારી વિભાગના 1050 મતદારો છે.
આ પણ વાંચો : Big Update: ગોત્રી દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટના રિમાન્ડ મંજૂર, પોલીસ દ્વારા ઉલટ તપાસમાં થશે મોટા ખુલાસા?