ગુજરાતમાં ફરી સર્જાશે વરસાદી માહોલ : 8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ

મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યભરમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ સર્જાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના પણ હવામાન વિભાગે આપી છે.

ગુજરાતમાં ફરી સર્જાશે વરસાદી માહોલ : 8-9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ
| Updated on: Aug 06, 2026 | 2:03 PM

ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.

6 ઓગસ્ટની આગાહી

6 ઓગસ્ટે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

7 ઓગસ્ટની આગાહી

7 ઓગસ્ટે અરવલ્લી, મહિસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 ઓગસ્ટે યલો એલર્ટ

8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ નોંધાઈ શકે છે.

9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

9 ઓગસ્ટે બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ વિસ્તાર સહિત સમગ્ર બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓ માટે પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે નાગરિકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

Weather Alert : ચોમાસાનો નવો રાઉન્ડ, ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા

Follow Us
Loading...
Unable to load recommendations.