Monsoon Break: હવામાનની આ સ્થિતિને કારણે રાજ્યના વરસાદમાં 36 ટકાનો ઘટાડો થયો, જાણો શું છે મોનસુન બ્રેક

|

Jul 05, 2021 | 5:24 PM

Rainfall Reduce in Gujarat: ગુજરાતમાં છેલ્લા 2 અઠવાડિયામાં સારો વરસાદ વરસ્યો નથી જેને કારણે રાજ્યના 25 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. 25 જિલ્લાઓમાં સૌથી વધુ જિલ્લા સૌરાષ્ટ્રના છે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે.

Monsoon Break: હવામાનની આ સ્થિતિને કારણે રાજ્યના વરસાદમાં 36 ટકાનો ઘટાડો થયો, જાણો શું છે મોનસુન બ્રેક
FILE PHOTO

Follow us on

Monsoon Break : ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની વહેલી શરૂઆત થયા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે જેને કારણે નૈઋત્યનું ચોમાસુ રાજસ્થાનમાં આગળ વધી શક્યું નથી. વૈજ્ઞાનિકો આ પરિસ્થિતિને મોનસુન બ્રેક  કહેતા હોય છે જેને કારણે ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન બાદ પશ્ચિમ રાજ્યોમાં ચોમાસુ હજુ સુધી સક્રિય થયું નથી, અને ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે.

જાણો મોનસુન બ્રેક વિશે
સામાન્ય રીતે કેટલીક વાર એવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે કે ચોમાસાનું આગમન થયા પછી પણ જે તે રાજ્યમાં જોઈએ તેટલો વરસાદ વરસતો નથી આ પરિસ્થિતિને મોનસુન બ્રેક (Monsoon Break) કહેવામાં આવે  છે. હાલ ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ મોનસુન બ્રેકની સ્થિતિને કારણે જ ગુજરાતમાં વરસાદ નથી વરસી રહ્યો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

છેલ્લા બે અઠવાડિયાથી રાજ્યમાં પશ્ચિમ તરફથી ગરમ અને સૂકો પવન ફૂંકાઈ રહ્યો છે જેને કારણે અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાવામાં મુશ્કેલી પડી રહી છે. આ જ કારણથી અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ ડેવલોપ થઈ નથી રહી જેને કારણે ગુજરાતમાં હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે.

રાજ્યમાં 36 ટકા વરસાદ ઘટ્યો
હાલ મોનસુન બ્રેક (Monsoon Break) ની અસરને કારણે ગુજરાતમાં 36 ટકા જેટલો વરસાદ ઘટ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર રીજીયનમાં 47 ટકા વરસાદની ઘટ છે તો ગુજરાત રીજીયન, જેમાંમાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે ત્યાં 27 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં 156.5 MM વરસાદ વરસવો જોઈતો હતો જેના બદલે માત્ર 100.5 MM જ વરસાદ વરસ્યો છે.

રાજ્યના 25 જિલ્લાઓમાં મોનસુન બ્રેકની અસર
ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી મોનસુન બ્રેકની સ્થિતિ યથાવત રહેવાની છે જેને કારણે ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન એકપણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી નહિવત છે. આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફક્ત સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતમાં છેલ્લા 2 અઠવાડિયામાં સારો વરસાદ વરસ્યો નથી જેને કારણે રાજ્યના 25 જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. 25 જિલ્લાઓમાં સૌથી વધુ જિલ્લા સૌરાષ્ટ્રના છે જ્યાં વરસાદ ઓછો પડ્યો છે.

સારા વરસાદ માટે જોવી રાહ જોવી પડશે
અમદાવાદ હવામાન (Ahmedabad IMD) વિભાગના અધિકારીઓ માની રહ્યા છે કે જ્યાં સુધી પવનની દિશા બદલાશે નહિ ત્યાં સુધી રાજ્યમાં આ જ પ્રકારની સ્થિતિ યથાવત રહેશે. આગામી 5 દિવસ સુધી પવનની દિશા બદલાય તેવા કોઈ સંકેત નથી જેને કારણે ગુજરાતમાં સારા વરસાદ માટે હજી પણ રાહ જોવી પડશે. ન માત્ર ગુજરાત જ, પરંતુ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં પણ આ જ પરિસ્થિતિ યથાવત રહેશે જેને કારણે નૈઋત્યના ચોમાસાને આગળ વધવામાં હજુ સમય લાગી શકે તેમ છે.

Published On - 5:23 pm, Mon, 5 July 21

Next Article