ગુજરાતમાં જોવા મળી અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર, 71 તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ, નવસારીમાં 6 ઈંચથી વઘુ

અરબી સમુદ્રમાં આકાર પામેલ ડિપ્રેશન, શનિવાર સુધીમાં ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશામાં આગળ ધપી રહ્યું હતું. ગઈકાલ શનિવારે મોડી રાત્રે ડિપ્રેશન મુંબઈથી 430 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં હતું. જો કે હવે આ ડિપ્રેશનની આગળ વધવાની દિશા ઉત્તર પશ્ચિમ થઈ શકે છે. જેની અસર હેઠળ ગુજરાતમાં આગામી 27મી ઓકટોબર સુધીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

ગુજરાતમાં જોવા મળી અરબી સમુદ્રના ડિપ્રેશનની અસર, 71 તાલુકામાં વરસ્યો કમોસમી વરસાદ, નવસારીમાં 6 ઈંચથી વઘુ
| Edited By: | Updated on: Oct 26, 2025 | 9:01 AM

અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે, ગુજરાત રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર, ગુજરાતમાં શનિવાર સવારના 6 વાગ્યાથી રવિવાર સવારના 6 વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં, 71 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે.

વિતેલા 24 કલાકમાં વરસેલા કમોસમી વરસાદમાં સૌથી વઘુ વરસાદ, નવસારીમાં નોંધાયો છે. નવસારી શહેરમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સાડાત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારીના ખેરગામમાં પોણા ત્રણ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. તો જલાલપોરમાં પણ પોણા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર હેઠળ ગુજરાતમાં, આજે પણ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. જે કે, ગઈકાલ શનિવારે, ગુજરાતના નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ડાંગ,સુરત, ભાવનગર, તાપી, ખેડા, અમરેલી, નર્મદા, જૂનાગઢ, મહિસાગર, ભરૂચ, દાહોદ, પોરબંદર, છોટા ઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ જિલ્લાના કૂલ 71 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

અરબી સમુદ્રમાં આકાર પામેલ ડિપ્રેશન ધીમે ધીમે ઉત્તર પૂર્વ દિશામાં આગળ ધપી રહ્યું છે. ગઈકાલ શનિવારે મોડી રાત્રે ડિપ્રેશન મુંબઈથી 430 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ દિશામાં હતું. જો કે હવે આ ડિપ્રેશનની આગળ વધવાની દિશા ઉત્તર પશ્ચિમ થઈ શકે છે. જેની અસર હેઠળ ગુજરાતમાં આગામી 27મી ઓકટોબર સુધીમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

ગઈકાલ રાતથી આજે સવાર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. કેન્દ્ર શાસિત દીવના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે તો, અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ વ્યાપક પણે વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચોઃ આજથી 1 નવેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસશે વરસાદ, કેટલાક જિલ્લામાં ફુંકાશે ભારે પવન, જુઓ વીડિયો