
નવરાત્રીનો પ્રારંભ થવામાં માત્ર એક જ દિવસ બાકી છે. ત્યારે વરસાદને લઈને હવામાન વિભાગે, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. જેના કારણે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પડે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે.નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાના કારણે ખેલૈયાઓ પર ચિંતાના વાદળ છવાઈ શકે છે.
હવામાન વિભાગનના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ગાજવીજ સાથે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ સુરત અને ભરૂચમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Navratri 2025 at Risk: Weather Dept Warns of Heavy Rains Across Gujarat | TV9Gujarati#Navratri2025 #GujaratRain #GarbaWashout #WeatherAlert #Monsoon2025 #AhmedabadRains #SuratWeather #NavratriPrep #TV9Gujarati pic.twitter.com/5Qj7NZVque
— Tv9 Gujarati (@tv9gujarati) September 20, 2025
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદનું વિઘ્ન નડી શકે છે. નવરાત્રીની શરૂઆતમાં જ વાતાવરણમાં પલટો આવે તેવી આગાહી કરી છે. 25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ગાજવીજ સાથે વરસાદ ખાબકે તેવી શક્યતા છે. ખાસ કરીને દક્ષિણના ભાગોમાં ધોધમાર વરસાદની શક્યતા સેવાઈ રહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે.
તો નવરાત્રીના થનગનાટ વચ્ચે વરસાદ વિલન બની શકે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ કરી છે. પરેશ ગોસ્વામીની આગાહી મુજબ બંગાળની ખાડીમાં બનેલી રહેલી સિસ્ટમને કારણે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્યા છે. નવરાત્રીના છેલ્લો દિવસો એટલે કે 28 સપ્ટેમ્બર બાદ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યાતા છે. આ વરસાદ નવરાત્રીની ઉજવણીમાં વિઘ્ન પેદા કરી શકે છે.
એવું નથી કે નવલી નવરાત્રિના શરૂઆત ના જ દિવસોમાં મેઘરાજા મનમૂકીને વરસશે. પરંતુ નવરાત્રિના છેલ્લા ત્રણ દિવસ તો મેઘરાજા રીતસરના ગુજરાતને ધમરોળી નાખે તેવી આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે.
Published On - 7:59 am, Sun, 21 September 25