
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 3 કલાક ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને આગામી ત્રણ કલાકમાં વરસાદ પડવાની કરી આગાહી વ્યક્ત કરી છે. થન્ડરસ્ટોર્મ એક્ટિવટ થવાના કારણે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે.
જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, સુરત અને તાપીમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 8:11 am, Sun, 23 July 23