Rain Breaking : હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એક આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. ગુજરાતના રિજયન અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં મોટાભાગની વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી, જુઓ Video
ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરત સહિતના અનેક શહેરોમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 23 જુલાઈ સુધી વરસાદ ખાબકી શકે છે. તો આ તરફ 19 અને 20 જુલાઈના રોજ ભારે થી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના છે. ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી 7 દિવસ ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી 52.34 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે કચ્છમાં સિઝનનો 112.09 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો 51.2 ટકા વરસાદ ખાબક્યો છે. તો આ તરફ સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી 69.23 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 43.35 ટકા વરસાદ પડ્યો છે. તેમજ મધ્ય ગુજરાતમાં 41.18 ટકા વરસાદ વરસ્યો છે.
આજે સોમવારે હવામાન વિભાગ અનુસાર જુનાગઢ, ખેડા, પોરબંદર,અમદાવાદ, આણંદ, ભરુચ, જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ ગાંધીનગર, ગીર સોમાનાથ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ રાજકોટમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો દાહોદ, પંચમહાલમાં 26 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:34 pm, Mon, 17 July 23