રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને આપ્યા ખોટા આંકડા, વિપક્ષનો 40 ટકા વોટ શેર હોવાના દાવામાં કેટલુ સત્ય?

ગુજરાતની મુલાકાતે આવેલા રાહુલ ગાંધીએ કાર્યકર સંવાદ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને સંબોધ્યા હતા. આ દરમિયાન રાહુલે જણાવ્યુ કે ગુજરાતમાં કોંગ્રેસનો 40 ટકા વોટ શેર છે. જો કે ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં કોંગ્રેસ પાસે 40 ટકા નહીં પરંતુ 27 ટકા વોટ શેર છે. ત્યારે ચૂંટણી પંચના આંકડા દ્વારા તપાસો કે રાહુલ ગાંધીના કોંગ્રેસ પાસે 40 ટકા વોટશેરના દાવામાં કેટલી સચ્ચાઈ છે?

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને આપ્યા ખોટા આંકડા, વિપક્ષનો 40 ટકા વોટ શેર હોવાના દાવામાં કેટલુ સત્ય?
| Updated on: Mar 08, 2025 | 5:18 PM

રાહુલે કાર્યકર સંવાદ કાર્યક્રમમાં કહ્યુ કે ગુજરાતમાં વિપક્ષ પાસે એટલે કે કોંગ્રેસ પાસે 40 ટકા વોટ છે. આ અમે એટલે કહી રહ્યા છીએ કે ગુજરાતમાં કોંગ્રેસનું કોઈ મોટી પાર્ટી સાથે ગઠબંધન નથી. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં 182 પૈકી 179 પર ખુદ કોંગ્રેસ લડી 2 NCPને આપી અને એક ખાલી છોડી દીધી .કોઈ ગઠબંધન ન હતુ.રાહુલે બે દાવા કર્યા.

 

પહેલા અહીં સાંભળો રાહુલે શું કહ્યુ?

 

ગુજરાતમાં છેલ્લા 23 વર્ષમાં 5 વાર ચૂંટણી થઈ છે. આ પાંચેયમાં ભાજપ બહુમત સાથે સત્તામાં આવી છે. ગત વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 182 પૈકી 179 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા. જેમાં યુપીએ એલાયન્સ હેઠળ NCPને આપી. એક સીટ ખાલી છોડી. તેનાથી સ્પષ્ટ છે કે રાહુલે તેના દાવામાં વિપક્ષ પાસે જે 40 ટકા વોટ હોવાનો દાવો કર્યો છે તે કોંગ્રેસ પાસે હોવાનો દાવો કર્યો છે.

જ્યારે અમે ચૂંટણી પંચની વેબસાઈટ પર 2022ના પરિણામોના આંકડા ચેક કર્યા તો ત્યાં ભાજપને 52.5 વોટ મળ્યા અને કોંગ્રેસને 27.3 ટકા વોટ મળ્યા.જે સ્પષ્ટ દર્શાવે છે કે કોંગ્રેસ પાસે ગુજરાતમાં 40 ટકા વોટ નથી.

 

એ પહેલા 2012માં 38.93 ટકા વોટ મળ્યા હતા. એ પહેલા 2007માં 38 ટકા વોટ મળ્યા હતા.

 

વર્ષ 2002ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 39.28 ટકા વોટ મળ્યા હતા.

વર્ષ 2007ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસન 38.00 ટકા વોટ મળ્યા જે 2002ના સરખામણીએ -1.28 ટકા ઘટ્યા હતા.

જો વર્ષ 2017ની વાત કરીએ તો ત્યારે કોંગ્રેસને 41.44 વોટ ટકા મળ્યા હતા. સત્તાવાર આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસને 40 ટકા વોટ છેલ્લીવાર 2017માં મળ્યા હતા. જે 21મી સદીમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કરેલુ તમામ 5 ચૂંટણીઓનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન હતુ.

પરંતુ 2022માં જ્યારે ચૂંટણી થઈ તો કોંગ્રેસનો વોટ શેર 14 ટકા થી વધુ ઘટીને 27 ટકા આસપાસ રહ્યો હતો. એવામાં રાહુલ ગાંધીના આ દાવા પર શંકા ઉત્પન્ન થાય છે કે 5 ટકા વોટ શેર વધારવાથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તામાં આવી જશે.

5 ટકા વોટ શેર વધી જાય તો કોંગ્રેસ કેવી રીતે સત્તામાં આવી શકે?

કારણ કે વર્ષ 2017માં 41 ટકા વોટ શેર લાવવા છતા કોંગ્રેસ સત્તાથી દૂર રહી હતી. તો ગત ટર્મમાં મળેલા 27 ટકા માં 5 ટકા ઉમેરીઓ તો 32 ટકા વોટ શેર સાથે કોંગ્રેસ કેવી રીતે સત્તામાં આવી શકે. આનાથી સ્પષ્ટ થાય છે કે રાહુલ ગાંધીએ સંવાદ સંમેલન કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓને આંકડાઓની ખોટી જાણકારી આપી.

બીજો દાવો કર્યો કે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટીનો 22 ટકા વોટ બેંક વધી છે. તો આવો જોઈએ ચૂંટણીપંચના આંકડા રાહુલ ગાંધીના આ દાવાને સત્ય સાબિત કરે છે કે ખોટા. અહીં જોઈ શકો છો કે તેલંગાણામાં કોંગ્રેસના 22 ટકા વોટ શેર વધ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:04 pm, Sat, 8 March 25