શિવાંશની માતા મહેંદી ન મળતા પોલીસની તપાસનો ધમધમાટ, મહિલા પ્રેમીની હત્યાની આશંકા અંગે તપાસ
સચિનની મહિલા પ્રેમી ન મળતા પોલીસની ઊંઘ હરામ થઈ છે. આરોપી સચિનને લઈને પોલીસ મહેંદીની શોધ માટે નીકળી હોવાની માહિતી સામે આવી છે.
શિવાંશના પિતા મળ્યા બાદ પોલીસે તપાસ વધુ તેજ કરી છે. રહસ્યમય સંજોગોમાં પોલીસની તપાસ કરી રહી છે. પિતા મળ્યા બાદ માતા મહેંદી ન મળતા શિવાંશના પિતા સચિનને લઈને પોલીસ તપાસમાં નીકળી છે. આરોપીને લઈને પોલીસ ભેદી રીતે નીકળી ગઈ છે.
સચિનની મહિલા પ્રેમી ન મળતા પોલીસની ઊંઘ હરામ થઈ છે. જણાવી દઈએ કે મહિલા પ્રેમીની હત્યા કરી કે કેમ તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. તમામ શંકાસ્પદ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે.
ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાએ કહ્યું છે કે સચિનનો DNA ટેસ્ટ કરવામા આવશે. તેમજ સચિન દિક્ષિતની પોલીસ દ્વારા પૂછપરછ કરાઇ રહી છે. આ કેસમાં સચિનના DNA અને અન્ય પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી ચાલુ છે. પુરાવા ભેગા થયા બાદ આગળની કાર્યવાહી કરાશે.
તમને જણાવી દઈએ કે ગાંધીનગરના પેથાપુરથી બિનવારસી મળી આવેલા શિવાંશ કેસમાં પોલીસની તપાસ પૂરજોશમાં ચાલી રહી છે. શિવાંશની માતા મહેંદીનો હજુ સુધી પત્તો લાગ્યો નથી. પોલીસ તેને શોધી રહી છે. પણ શિવાંશને ત્યજીને ફરાર થનારો તેનો પિતા સચિન દીક્ષિત અને સચિનની પત્ની આરાધના રાજસ્થાન કોટાથી પકડાઈ ગયા છે. તેમને ગાંધીનગર લવાયા છે. આરાધનાએ સમગ્ર ઘટનામાં પોતે અજાણ હોવાનો દાવો કર્યો છે. તેણે શિવાંશ અને પતિના પ્રેમ સંબંધો અંગે અજાણ હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ મહેંદીના માસી પણ સામે આવ્યા છે. તેમણે શિવાંશનો કબજો સોંપવાની માગ કરી છે. જોકે તેઓ પણ એ જાણતા નથી કે મહેંદી ક્યાં છે.
આ પણ વાંચો: શિવાંશના પિતા સચિન દીક્ષિતના કામ અને ચાલચલગત વિશે કંપનીના માલિકે કરી વાત, આવો છે તેનો સ્વભાવ!
આ પણ વાંચો: EXCLUSIVE : શિવાંશની માતા અંગે મોટો ખુલાસો, જુઓ કોણ છે બાળકની અસલી માતા