Gujarati NewsGujaratPulwama attack soldiers tribute by surat police with two minute silence pulwama humlana shahid jawanone surat police aapi shrdhanjali
પુલવામા હુમલાના શહીદ જવાનોને સુરત પોલીસે મૌન પાળીને આપી ભાવભીની શ્રદ્ધાજંલી
પુલવામા હુમલામાં જે સૈનિકો શહીદ થયાં તેને લઈને સુરત પોલીસે બે મીનીટ મૌન રાખીને જવાનોને શ્રદ્ધાજંલિ આપી હતી. આ ઘટનાને લઈને આખા દેશમાં આક્રોશ છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન સાથે બદલાની માગણી કરવામાં આવી રહી છે જેથી શહીદોની શહાદતને ન્યાય મળે. TV9 Gujarati ગત રોજ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાને લઈને સુરતમાં લોકોમાં ગુસ્સો ભભૂક્યો […]
Follow us on
પુલવામા હુમલામાં જે સૈનિકો શહીદ થયાં તેને લઈને સુરત પોલીસે બે મીનીટ મૌન રાખીને જવાનોને શ્રદ્ધાજંલિ આપી હતી. આ ઘટનાને લઈને આખા દેશમાં આક્રોશ છે અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન સાથે બદલાની માગણી કરવામાં આવી રહી છે જેથી શહીદોની શહાદતને ન્યાય મળે.
ગત રોજ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલાને લઈને સુરતમાં લોકોમાં ગુસ્સો ભભૂક્યો હતો. જેને લઈ આજે શહેરભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા બે મિનિટનું મૌન રાખી પુલવામામાં આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી અર્પી હતી. તેવામાં સુરત પોલીસ દ્વારા પણ બે મિનિટ મૌન રાખી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે કચેરીમાં હાજર તમામ પોલીસ જવાનો અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જ્યારે પોલીસના ચહેરા પર એક ગુસ્સો જોવા મળ્યો હતો. આમતો હાલમાં તમામ ભારતીયમાં એક ગુસ્સો અને બદલાની ભાવના જોવા મળી રહી છે.જ્યાં જોવો ત્યાં લોકો કહી રહ્યા છે કે હવે તો પુરુજ કરો!