વડાપ્રધાન મોદી આજે હજીરાથી ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસનું કરશે વરચ્યુલ લોકાર્પણ, સુરતમાં વસતા સૌરાષ્ટ્રના 20 લાખ લોકો માટે રાહત

|

Nov 08, 2020 | 8:31 AM

દક્ષિણ ગુજરાતના હજીરાને સૌરાષ્ટ્રના ઘોઘાથી જોડતી રો પેક્સ ફેરી સર્વિસનો આજથી વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. આજે સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રો પેક્સ ફેરીનુ વરચ્યુલ લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ગુજરાત માટે મહત્વની ગણાવીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને અભિનંદન પાઠવ્યા છે. ઈંધણ અને સમયની બચતની સાથે દરિયાકાંઠે વિકસેલા ઉદ્યોગને વધુ વેગ મળશે. સૌરાષ્ટ્રમાંથી […]

વડાપ્રધાન મોદી આજે હજીરાથી ઘોઘા રો પેક્સ ફેરી સર્વિસનું કરશે વરચ્યુલ લોકાર્પણ, સુરતમાં વસતા સૌરાષ્ટ્રના 20 લાખ લોકો માટે રાહત

Follow us on

દક્ષિણ ગુજરાતના હજીરાને સૌરાષ્ટ્રના ઘોઘાથી જોડતી રો પેક્સ ફેરી સર્વિસનો આજથી વડાપ્રધાનના હસ્તે પ્રારંભ થશે. આજે સવારે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રો પેક્સ ફેરીનુ વરચ્યુલ લોકાર્પણ કરશે. નરેન્દ્ર મોદીએ આ ઘટનાને ગુજરાત માટે મહત્વની ગણાવીને સુરત અને સૌરાષ્ટ્રના લોકોને અભિનંદન પાઠવ્યા છે. ઈંધણ અને સમયની બચતની સાથે દરિયાકાંઠે વિકસેલા ઉદ્યોગને વધુ વેગ મળશે. સૌરાષ્ટ્રમાંથી 20 લાખ લોકો સુરતમાં વસવાટ કરી રહ્યાં છે. જેમની અવર જવર માટે રોજ 5 હજાર જેટલી બસની આવ જા કરી રહી છે. જેમાં 10થી 12 કલાકમાં સુરતથી સૌરાષ્ટ્રનુ અંતર કાપવામાં આવે છે. 500 મુસાફરો, 100 કાર અને 30 ટ્રકનુ વહન કરી શકે તેવી ક્ષમતા રો પેક્સ ફેરી સર્વિસની છે. દિવાળીના પર્વે આ સેવાનો પ્રારંભ થતા સુરતથી સૌરાષ્ટ્ર પોતાના વતન જવા માંગતા લોકોમાં આનંદ અને ઉત્સાહ છે. રો પેક્સ ફેરી સર્વિસ માટે બુકીગ ઉત્સાહજનક રહ્યું છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article