અમદાવાદ એરપોર્ટ પર વાઈબ્રન્ટ સમિટની તૈયારી, ચાર્ટર્ડ એરક્રાફ્ટ માટે વધુ પાર્કિંગ પ્લોટ વધારાયા

|

Nov 25, 2021 | 11:32 AM

અમદાવાદ એરપોર્ટ પર 34 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરવાની સુવિધા હતી. જેમાં વધુ 9 પ્લોટ વધારાતા હવે અમદાવાદ એરપોર્ટ પર 43 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે.

અમદાવાદ એરપોર્ટ પર વાઈબ્રન્ટ સમિટની તૈયારી, ચાર્ટર્ડ એરક્રાફ્ટ માટે વધુ પાર્કિંગ પ્લોટ વધારાયા
Ahmedabad Airport (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat) ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરીએ યોજાનારા વાઈબ્રન્ટ સમિટ 2022(Vibrant Summit 2022) માટે સરકારે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022 માટે આજે દિલ્હીમાં રોડથી શરૂઆત કરી દીધી છે.

અમદાવાદ એરપોર્ટ પર પણ વધુ સુવિધા

જેના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટ (Airport) પર પણ વધુ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. જેમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2022માં આવનારા ડેલિગેટ અને અનેક કંપનીઓના સીઇઓ, રાજદૂતો અને મહાનુભાવોના ચાર્ટર્ડ એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર પાર્ક કરી શકાય તે 9 ચાર્ટર્ડ પાર્કિગ પ્લોટ(Parking Plot) નો વધારો કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એરપોર્ટ પર 43 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે

ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 નું આયોજન કર્યું છે. જેમાં વિદેશની અનેક નેશનલ-મલ્ટિનેશનલ કંપનીના સીઈઓ, એમડી સહિતના અગ્રણી મોટી સંખ્યામાં પર્સનલ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં અમદાવાદ આવનાર છે. જેમાં અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર 34 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરવાની સુવિધા હતી. જેમાં વધુ 9 પ્લોટ વધારાતા હવે અમદાવાદ એરપોર્ટ પર 43 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે.

પાર્કિગ પ્લોટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો

ગુજરાતમાં ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો અમદાવાદ આવે છે. જેમાં અનેક ડેલિગેટ્સ શિડ્યુલ્ડ ફ્લાઈટમાં આવવાની સાથે અનેક અગ્રણીઓ ચાર્ટર્ડ એરક્રાફ્ટ લઈને આવે છે. તેથી પાર્કિગ પ્લોટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.

ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2ની પાછળ વધુ 9 પાર્કિંગ પ્લોટ ડેવલપ કર્યા

જેમાં ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2ની પાછળ વધુ 9 પાર્કિંગ પ્લોટ ડેવલપ કર્યા છે. જો એકસાથે વધુ ચાર્ટર્ડ આવી જાય તો એ પરિસ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે નજીકના વડોદરા, સુરત, રાજકોટ, ઉદયપુર, જયપુર કે મુંબઈ એરપોર્ટને પણ ચાર્ટર્ડ એરક્રાફ્ટના પાર્કિંગ માટે તૈયાર રહેવાની સૂચના અપાશે.

રનવેની સમારકામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય 

આ ઉપરાંત એરપોર્ટ ઓથીરિટી દ્વારા અમદાવાદ એરપોર્ટના રનવેનું રિકાર્પેટિંગ કામ 3 જાન્યુઆરીથી 31 મે સુધી કરવામાં આવનાર જો કે આ સમય દરમિયાન જ 10 થી 12 જાન્યુઆરી સુધી ગ્લોબલ ‌વાઈબ્રન્ટ સમિટ 2022 નું આયોજન કરાયું છે. જો કે સમિટને ધ્યાને રાખીને સમિટ દરમિયાન એટલે કે 10થી 12 જાન્યુઆરી સુધી રનવેની સમારકામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

14 મેટલ ડિટેક્ટર મશીનો સાથે ગેટ તૈયાર

આ ઉપરાંત વાઇબ્રન્ટ સમિટ દરમ્યાન પેસેન્જરોના ધસારાને ધ્યાનમાં રાખી ડોમેસ્ટિક ટર્મિનલમાં વધારાનું એક એક્સરે બેગેજ મશીન અને 3 મેટલ ડિટેક્ટર લગાવાશે. એક્સરે બેગેજ મશીનની સંખ્યા 6થી વધીને 7 થશે. ટર્મિનલમાં અત્યાર સુધી 11 મેટલ ડિટેક્ટર મશીનો સાથેના ગેટ હતા જેમાં ત્રણનો વધારો થતા હવે 14 મેટલ ડિટેક્ટર મશીનો સાથે ગેટ તૈયાર થતાં પેસેન્જરોએ લાંબો સમય લાઈનમાં ઊભા નહીં રહેવું પડે.

આ પણ વાંચો : ગુજરાતના સાબરકાંઠામાં પોલીસ કર્મી અને પુત્ર જ દારૂ બનાવતા ઝડપાયા

આ પણ વાંચો : નવસારી યુવતી આત્મહત્યા કેસમાં પોલીસને મળી સફળતા, સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી

Published On - 11:12 am, Thu, 25 November 21

Next Article