અમદાવાદ એરપોર્ટના મુસાફરો માટે રાહતના સમાચાર, એરપોર્ટ પર શરુ કરવામાં આવી આ ખાસ પ્રી-પેઇડ સર્વિસ

Ahmedabad: એરપોર્ટ પર પ્રી-પેઇડ રિક્ષા સર્વિસ શરૂ કરવામાં આવી છે. જે માટે ટર્મિનલના એરાઇવલ ગેટની સામે રિક્ષા બૂથ તૈયાર કરાયું છે. આ સર્વિસમાં મુસાફરોએ બૂથ પર જ સરકારે નક્કી કરેલ ભાડું ચૂકવવાનું રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 7:04 AM

અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પર બહારથી આવતા પ્રવાસીઓની ફરિયાદ હતી કે ઓટો (Autorickshaw) ચાલકો મનફાવે તેવા ભાડા વસુલ કરે છે. પરંતુ હવે અમદાવાદ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને (Passenger) રાહત મળશે. કારણ કે અમદાવાદ એરપોર્ટ પર પ્રી-પેઈડ ઓટો સર્વિસ (Pre paid auto service) શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા જે કિલોમીટરનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. તે પ્રમાણે જ ભાડુ વસુલ કરવામાં આવશે.

પ્રવાસી એરપોર્ટના ટર્મિનલ બહાર આવશે અને ઓટો બુક કરાવવાની હોય તો કાઉન્ટર પર લોકેશન આપવાનું રહશે. લોકેશન પરથી કિલોમીટર પ્રમાણે ભાડુ નક્કી થઈ જશે અને ભાડુ પણ ડિજીટલ ચૂકવાનું રહેશે. ત્યાર બાદ એક સ્લીપ કાઉન્ટર પરથી મળી જશે. એ સ્લીપ સાથે કાઉન્ટર બહારથી ઓટો મળી જશે.

પ્રી પેઈડ ઓટો સર્વિસમાં જે પણ રિક્ષા યૂનિયન જોડાશે. તે રિક્ષા ચાલકને ટી-શર્ટ, આઈ એમ વેકસીનેટ બકલ અને સેફટી શૂઝ આપવામાં આવશે. પ્રી પેઈડ ઓટો માટે રિક્ષા ચાલકોએ રિક્ષાનું રજિસ્ટ્રેશન, કોવિડ વેકસીનેટ, લાયસન્સ, યૂનિયન મેમ્બરનો લેટર અને પોલીસ વેરિફિકેશન ફરજિયાત આપવાનું રહેશે.

જેના કારણે કંપની પાસે રિક્ષા ચાલકના ડેટા રહેશે. તેમજ કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. રિક્ષા ચાલકો અને પ્રવાસીઓ અને વાહનની અવર જવરનું મોનિટરીંગ કરવામાં આવશે. પ્રવાસીઓને મનફાવે તેવા ભાડામાંથી તો રાહત થશે. સાથે પ્રવાસીઓની સલામતીનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Covid-19: કોરોના પર લોકસભામાં તીખી તકરાર, વિપક્ષે કેન્દ્ર પર લગાવ્યા બેદરકારીના ગંભીર આરોપ, રાત્રે 12 વાગ્યા સુધી ચાલી ચર્ચા

આ પણ વાંચો: મધદરિયે માછીમારો ગુમ થયાની ઘટના: પાટીલે માછીમારો સ્વસ્થ હોય તેવી કરી પ્રાર્થના, શોધખોળ ચાલુ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">