દરિયાકાંઠે પ્રિ વેડિંગ શુટ ચાલતુ હતુ, એકાએક મોજૂ આવ્યુ, યુવતીને દરિયામાં તાણી ગયું, જુઓ વીડિયો

દરિયાકાંઠે પ્રિ વેડિંગ શુટ ચાલતુ હતુ, એકાએક મોજૂ આવ્યુ, યુવતીને દરિયામાં તાણી ગયું, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 07, 2025 | 3:39 PM

વેરાવળના આદરી ગામ પાસેના અરબી સમુદ્ર કાઠે પ્રિ વેડિંગ શુટ કરી રહ્યાં હતા. આ દરમિયાન પાંચ લોકો સમુદ્ર કિનારે સેલ્ફી લેતા હતા, આ સમયે એકાએક વિશાળ મોજૂ આવતા ચાર લોકોએ એક બીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક યુવતીને મોજૂ સમુદ્રની અંદર ખેંચી ગયું હતું.

ગીર સોમનાથના વેરાવળના દરિયાકાંઠે લગ્ન પહેલા ફોટો શુટ માટે આવેલ પાંચ પૈકી એકને દરિયો ગળી જવા પામ્યો છે. વેરાવળના આદરી ગામે દરિયા કિનારે લગ્ન પહેલા યુગલ ફોટો શુટ કરાવી રહ્યું હતું. આ સમયે એકાએક આવેલ મોજાએ યુવતીને ખેંચીને દરિયામાં ગરકાવ કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ આજૂબાજુથી સ્થાનિક તરવૈયાઓ બચાવ માટે દોડી આવ્યા હતા. પરંતુ આ સમાચાર લખાય છે ત્યાં સુધી યુવતીનો અતોપત્તો લાગ્યો નથી.

વેરાવળ તાલુકાના છાત્રોડા ગામની રહેવાસી એવી યુવતી જ્યોતિબેન હરસુખભાઈ પરમાર, અન્યોની સાથે વેરાવળના આદરી ગામ પાસેના અરબી સમુદ્ર કાઠે પ્રિ વેડિંગ શુટ કરી રહ્યાં હતા. આ દરમિયાન પાંચ લોકો સમુદ્ર કિનારે સેલ્ફી લેતા હતા, આ સમયે એકાએક વિશાળ મોજૂ આવતા ચાર લોકોએ એક બીજાના હાથ પકડી લેતા બચવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક યુવતીને મોજૂ સમુદ્રની અંદર ખેંચી ગયું હતું.

આ ઘટનાની જાણ થતા જ મરિન પોલીસ દ્વારા દરિયામાં ડૂબેલી યુવતીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ સ્થાનિક તરવૈયાઓ પણ દરિયાની અંદર જઈને તપાસ હાથ ધરી હતી.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો