Porbandar: ઘૂઘવાતા મહાસાગરમાં તોફાની મોજા સાથે બાથ ભીડી 21 વર્ષથી યુવાનો કરે છે ધ્વજ વંદન

|

Aug 15, 2021 | 9:22 AM

સમુદ્રના તોફાની મોજા સામે બાથ ભીડી મધ દરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્ર ગીતનું ગાયન કરી સલામી આપે છે

Porbandar: ઘૂઘવાતા મહાસાગરમાં તોફાની મોજા સાથે બાથ ભીડી 21 વર્ષથી યુવાનો કરે છે ધ્વજ વંદન
સમુદ્રના તોફાની મોજા સામે ભાથ ભીડી મધ દરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્ર ગીતનું ગાયન કરી સલામી આપે છે

Follow us on

Porbandar: પોરબંદરના ઘૂઘવાતા મહાસાગરમાં 21 વર્ષથી તોફાની મોજા સાથે બાથ ભીડી દેશ ભક્તિના રંગે રંગાયેલા યુવાનો ધ્વજ વંદન અને રાષ્ટ્ર ગાન કરી સલામી આપે છે.

પોરબંદર ચોપાટી ખાતે 21 વર્ષથી શ્રી રામ સ્વિમિંગ કલબના યુવાનો, વૃદ્ધ, બાળકો અને મહિલાઓ પ્રજાસત્તાક પર્વ અને સ્વતંત્રતા પર્વ (Independence Day 2021) પર સમુદ્રના તોફાની મોજા સામે ભાથ ભીડી મધ દરિયે તિરંગો લહેરાવી રાષ્ટ્ર ગીતનું ગાયન કરી સલામી આપે છે.

દિનેશ પરમાર, પ્રમુખ રામ સ્વિમિંગ કલબ ટીવી9 સાથે વાત કરતાં જણાવે છે કે, ‘ આજે 21 વર્ષથી અમારી કલબના યુવાનો દ્વારા મધ દરિયે ફ્લેગ હોસ્ટિંગ કરીએ છીએ. 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટના દિવસે રાષ્ટ્ર ધ્વજ લહેરાવીએ છીએ આજે સમુદ્ર થોડો તોફાની હોવા છતાં અમે હિંમત દાખવી ધ્વજ લહેરાવેલ હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જ્યારે પોરબંદરના સ્વિમર પાર્થ પટેલ જણાવે છે કે, ‘વર્ષોથી અમારી પરંપરા મુજબ આજે અમે મધ દરિયે ધ્વજ લહેરાવેલ અને રાષ્ટ્રગીત ગાયું હતું દર વર્ષે યુવાનો અને મહિલાઓ આ કાર્યકેમમાં જોડાય છે.

આજે સમુદ્રના તોફાની મોજા વચ્ચે પણ દેશ પ્રત્યે.લાગણી દર્શાવી હતી અને હિંમતભેર સમુદ્રમાં તિરંગો લહેરાવ્યો હતો. આમ દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિનું અનોખુ ઉદાહરણ આપ્યું હતું.

આ પણ વાંચો: Independence Day: US રાષ્ટ્રપતિ જો બાઇડને 75 મા સ્વતંત્રતા દિવસ પર ભારતને અભિનંદન પાઠવ્યા, કહ્યું ‘ભાગીદારી પહેલા કરતા વધુ મજબૂત’

આ પણ વાંચો: Independence Day: PM મોદીએ સતત આઠમી વાર લાલ કિલ્લા પરથી ફરકાવ્યો ત્રિરંગો, દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

 

Published On - 8:57 am, Sun, 15 August 21

Next Article