Porbandar : PSI અને રિટાયર્ડ ફોજી દ્વારા યુવાનોને ફ્રીમાં શારીરિક કસોટી પાસ કરવાની ટ્રેનિંગ આયોજિત કરાઇ, યુવાનો ટ્રેનિંગમાં હરખભેર જોડાયા

|

Dec 13, 2021 | 1:02 PM

પોરબંદર પોલીસમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઈ પોતાની ફરજમાંથી વહેલી સવારે સમય કાઢી પોતાને મળેલ જ્ઞાન અન્ય યુવાનોને આપે છે. પોતામાં રહેલી શિક્ષા અન્ય યુવાનોને આપી દેશમાં કાયદો વ્યવસ્થા વધુ મજબુત બનાવવા અલગ અલગ પ્રકારની બોડી ફિટનેસ, રનિંગ મેડિટેશન જેવા પ્રયોગ બાળકોને કરાવે છે.

Porbandar : PSI અને  રિટાયર્ડ ફોજી દ્વારા યુવાનોને ફ્રીમાં શારીરિક કસોટી પાસ કરવાની ટ્રેનિંગ આયોજિત કરાઇ, યુવાનો ટ્રેનિંગમાં હરખભેર જોડાયા
યુવાનો માટે ફ્રીમાં ટ્રેનિંગનું આયોજન

Follow us on

પોરબંદરમાં પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઈ અને રિટાયર્ડ ફોજી યુવાનોને ફ્રીમાં પોલીસ ફોરેસ્ટ આર્મીમાં ભરતી માટે શારીરિક કસોટી પાસ કરવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. યુવાનો પણ ટ્રેનિગમાં હરખભેર ભાગ લઈ ઉત્સાહથી ફોજમાં જોડાવા તનતોડ મહેનતથી ટ્રેનિંગ લઈ રહ્યા છે.

હાલમાં ગુજરાત પોલીસમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં શારીરિક કસોટી ખૂબ મહત્વની હોઈ છે. શરીરનું સમતુલન અને રનિંગ કોઈ પણ ફોર્સમાં મહત્વનું માનવામાં આવે છે .જેના કારણે આર્મી, ફોરેસ્ટ અને પોલીસમાં ભરતી થવા આજની યુવા પેઢી કસરત કરી રહી છે.

પોરબંદર પોલીસમાં વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઈ પોતાની ફરજમાંથી વહેલી સવારે સમય કાઢી પોતાને મળેલ જ્ઞાન અન્ય યુવાનોને આપે છે. પોતામાં રહેલી શિક્ષા અન્ય યુવાનોને આપી દેશમાં કાયદો વ્યવસ્થા વધુ મજબુત બનાવવા અલગ અલગ પ્રકારની બોડી ફિટનેસ,રનિંગ મેડિટેશન જેવા પ્રયોગ બાળકોને કરાવે છે. જેનો કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર પોતાના સાથી નિવૃત આર્મીમેન સાથે રહી યુવાનોને પ્રોત્સાહિત કરે છે સાથે પોતાના શરીરને પણ વધુ મજબૂત બનાવે છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

આ બાબતે પીએસઆઇ જે.જે.જોગડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ”  પોરબંદરમાં અમારી પાસે હજારો વિધાર્થીઓએ ટ્રેનિંગ લીધેલ છે. હાલ 130 જેટલા યુવક યુવતીઓ તાલીમ લઈ ફરજમાં જોડાયેલ છે. બે હજારથી વધુ વિધાર્થીઓ તાલીમ લઈ ચુક્યા છે. ગુજરાતના અલગઅલગ જિલ્લામાંથી આવેલા યુવાનોને અહીં ફ્રીમાં ટ્રેનિંગ આપીએ છીએ”

આજના મોંઘવારીના સમયમાં એક વ્યક્તિ જો ટ્રેનિગમાં મોટી રકમ ખર્ચ કરે તો આગળ જતાં નોકરીના મળે તો મુશ્કેલી ઉભી થાય જેથી પેબેક સોસાયટીના નેજા હેઠળ ટ્રેનિંગ આપવામાં આવે છે .જેનો ફીઝીકલ ફિટનેસ અને તાલીમ આપી દેશ દાઝ ધરાવતા યુવકો ફોજમાં જોડાઇ અને દેશ પ્રત્યે ઉમદા કામગીરી કરી શકે.

નિવૃત આર્મીમેન હરીશે ડોડીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ” પાંચ વર્ષ પહેલા નિવૃત થયા બાદ હવે પેબેક સોસાયટીમાંથી સેવા આપીએ છીએ, અહીં અમો ગુજરાત પોલીસ, ફોરેસ્ટ, આર્મી જેવી ફોર્સ માટે ફીઝીકલની તાલીમ લેતા હોય તેના માટે વિનામૂલ્યે આપીએ છીએ. અમારી સંસ્થા અને સાથીઓ દ્વારા જનરલ નોલેજ સાથે દરરોજ બે કલાક રનિંગ, હાર્ડ પ્રેક્ટિસ કરાવીએ છે.”

મોંઘા ઇન્સ્ટિટ્યૂટમાં ખર્ચ કરી ટ્રેનિંગ લઈ ફોર્સમાં જોડાવા માંગતા મોટા ખર્ચ કરે છે. ત્યારે નિવૃત આર્મીમેન અને વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા પી.એસ.આઈ નિઃશુલ્ક તાલીમ આપી ઉમદા ફરજ બજાવી રહ્યા છે. તાલીમમાં કોઈ નાતજાતને પણ ગણવામાં નથી આવતી અને યુવકો તાલીમનો પૂરો લાભ મેળવી નોકરીમાં જોડાયા છે.

Published On - 1:00 pm, Mon, 13 December 21

Next Article