Porbandar: ઓરિએન્ટ ફેક્ટરીને બંધ કરવાની નોબત, અનેક કર્મચારીઓ થઈ જશે બેરોજગાર

|

Jul 04, 2021 | 3:20 PM

Porbandar: ઓરિએન્ટ ફેક્ટરીમાં (Orient Factory) 1 હજાર જેટલા કર્મચારી કામ કરે છે. ત્યારે આ ફેક્ટરી બંધ થવાથી અનેક કર્મચારીઓ થઈ બેરોજગાર થઈ જશે. પોરબંદરની ઓરીએન્ટ ફેકટરી બંધ થાય તો શહેરના વેપાર ધંધા પર માઠી અસર પડશે.

Porbandar: ઓરિએન્ટ ફેક્ટરીને બંધ કરવાની નોબત, અનેક કર્મચારીઓ થઈ જશે બેરોજગાર
ઓરિએન્ટ ફેક્ટરી થશે બંધ

Follow us on

Porbandar: પોરબંદરમાં આંગળીના વેઢે ગણાય એટલા ચાર ઉદ્યોગ છે. જેમાં મત્સ્ય ઉદ્યોગ, હાથી સિમેન્ટ, નિરમા કેમિકલ્સ અને ઓરીએન્ટ ફેકટરીનો (Orient Factory) સમાવેશ થાય છે. ઓરીએન્ટ ફેકટરી પાસે હવે કાચો માલ નહીં હોવાથી આવનાર દિવસોમાં ફેકટરી બંધ કરવાની સરકારી પ્રક્રિયા ચાલી રહી છે તો કેટલાક કામદારોને છુટા કરી દેવાયા હોવાનું સામે આવી રહ્યું છે. જોકે હાલ ફેકટરી પાસે થોડા દિવસો ચાલે તેટલો કાચો માલ છે. કાચો માલ પૂરો થશે એટલે ફેકટરી બંધ થશે તેવી માહિતી મળી રહી છે.

 

પોરબંદરની ઓરીએન્ટ ફેકટરી બંધ થાય તો શહેરના વેપાર ધંધા પર માઠી અસર પડશે. ફેકટરીની ખાણોમાં કાચો માલ નહીં હોવાથી ફેકટરી બંધ કરવાની નોબત આવી છે. આ ફેકટરીમાં ચેમ્બર ઓફ કોમર્સના એક સભ્ય પણ જોડાયેલ છે, જેમની પાસેથી માહિતી મેળવી હતી. ફેકટરી પાસે કાચો માલ નથી. રોજનો 300 ટન કાચો માલ જરૂરી છે. જેની સામે 50 ટન પણ માલ ઉપલબ્ધ નથી થતો. ફેકટરીમાં 1000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. જેમાં 700 જેટલા કાયમી કર્મચારીઓ છે. જેમાંથી ઘણા કર્મચારીને છુટા પણ કરી દેવામાં આવ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

 

જિલ્લામાં ચાર ઉદ્યોગ છે, માછીમાર ઉદ્યોગ પણ હાલ મંદીને કારણે નુક્સાનીમાં છે અને હવે જો ઓરીએન્ટ બંધ થાય અને કામદારોને છુટા કરી દેવામાં આવે તો શહેરના બજારોને આર્થિક નુકસાન થાય તેમ છે. 1000 કામદારના પરિવારોને ફેકટરી બંધ થવાથી આર્થિક બોજ સહન કરવો પડે તેમ છે.

 

આ સાથે જ જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ શક્ય તેટલા પ્રયાસ કરી રહી છે અને જ્યાં રજુઆત કરવાની હોય ત્યાં સરકારી વિભાગોમાં રજૂઆત કરશે અને ફેકટરી ચાલુ રહે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તો કોંગ્રેસે ફેકટરી બંધ થશે તો ઉગ્ર આંદોલનની બે દિવસ પહેલા ચીમકી ઉચ્ચારી હતી, હાલ તો સરકારી નિયમો અને કાચો માલ નથી તેવી બાબતો સામે આવી છે સત્ય શું છે તે તો આવનાર દિવસોમાં સામે આવશે.

 

આ પણ વાંચો: Mehsana: ઊંઝા નગરપાલિકાના 3 અપક્ષ નગરસેવકોનો વિવાદ સામે આવ્યો, મિટિંગમાં દાદાગીરી કરવા બદલ ફટકારી નોટિસ

Next Article