Porbandar: હોટલ અને રેસ્ટોરન્ટ પર મામલતદારના દરોડા, ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર કરાયા ઝપ્ત

|

May 12, 2022 | 6:56 PM

પોરબંદરમાં હોટલ અને રેસ્ટોરન્ટ પર મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક ડઝનથી વધુ ઘર વપરાશના ગેસ સિલિન્ડરો (gas cylinders) કબ્જે કરવામાં આવ્યા હતા.

Porbandar: હોટલ અને રેસ્ટોરન્ટ પર મામલતદારના દરોડા, ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર કરાયા ઝપ્ત
હોટલ અને રેસ્ટોરન્ટ પર મામલતદારના દરોડા

Follow us on

Porbandar: શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટ પર મામલતદાર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક ડઝનથી વધુ ઘર વપરાશના ગેસ સિલિન્ડરો (gas cylinders) કબ્જે કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, આ કામગીરીમાં મામલતદાર અને પુરવઠાની ટીમ જોડાઈ હતી. પોરબંદર શહેરની વિવિધ રેસ્ટોરન્ટ અને ડાઇનિંગ હોલ ખાતેથી એક ડઝનથી વધુ ઘરગથ્થુ વપરાશના ગેસ સિલિન્ડર ઝપ્ત કરવામાં આવ્યા હતા.

મહત્વનું છે કે, શહેરમાં આવેલી રેસ્ટોરન્ટના માલિકો ઘર વપરાશના રાંધણ ગેસ સિલિન્ડરોનો વ્યાવસાયિક ઉપયોગમાં લેતાવા હોવાની બાતમી મળી હતી. મામલતદારે અને પુરવઠા વિભાગે બાતમીના આધારે વિવિધ ખાણીપીણી, રેસ્ટોરન્ટ પર દરોડા પાડ્યા હતા. જેમાં ઘર વપરાશ માટે વપરાતા ગેસના સિલિન્ડર ઝપ્ત કરી રેસ્ટોરન્ટ માલીકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરમાં કેસર અને રત્નાગીરી કેરીની આવક થઈ શરૂ

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

પોરબંદરની બજારમાં અને આસપાસના તાલુકાઓમાં કેરીનું આગમન થઈ ચૂક્યું છે. ત્યારે હવે કેસર અને રત્નાગીરી કેરીની આવક શરૂ થઇ ગઇ છે અને આગામી સમયમાં વધુ આવક થતાં કેરીના ભાવ ઘટે તેવું લાગી રહ્યું છે. પોરબંદરમાં દર વર્ષે એપ્રિલ મહિનામાં કેરીની આવક થતી જોવા મળે છે. પણ ગયા વર્ષે આવેલા વાવાઝોડાને કારણે આ વર્ષે કેરીની આવક ઓછી જોવા મળી રહી છે. તેના કારણે પોરબંદરમાં કેરીના ભાવમાં પણ વધારો નોંધાયો હતો.

મહત્વનું છે કે, હાલ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના, રત્નાગીરી કેરીના બોક્સની આવક સાથે જ બરડાના પંથકની કેરીની આવક જોવા મળી રહી છે. હાલ તેનો ભાવ 1000 થી 2000 જેટલો જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં કેરીની આવક વધવાના એંધાણ છે.

Published On - 6:56 pm, Thu, 12 May 22

Next Article