પોરબંદર(Porbandar)સહિત રાજ્યમાં ફિશિંગ કરતી ફિશિંગ બોટના ડિઝલનો(Diseal)આજે 18 રૂપિયા જેટલો માતબર ભાવ વધારો આવતા માછીમારો(Fisherman)રોષે ભરાયા હતા. જિલ્લા તંત્રને આવેદન આપી ભાવ વધારો નિયંત્રિત કરવા માંગ કરી હતી.ગુજરાતના બંદરો પરથી રોજ હજારો બોટ ફિશિંગ કરે છે.દરેક ફિશિંગ બોટમાં દર મહિને 6 થી 7 હજાર લીટર ડિઝલનો વપરાશ થાય છે .ત્યારે જનરલ માર્કેટ માં આજે જે ડિઝલનો ભાવ છે તે 89.60 પૈસા છે અને માછીમારો ના ક્વોટા માં આવતા ડિઝલનો ભાવ 96 .60 છે .ત્યારે આજે એકાએક માછીમારો બલ્ક ડીઝલ ના ભાવ વધારો આવતા પ્રતિ લીટર 118.25 ભાવ થતા માછીમારો એ રોષ વ્યકત કરી રહ્યા હતા.આ અંગે પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ જણાવ્યું હતું કે આજે અમોએ જે ડીઝલ નો ભાવ વધારો આવ્યો તે અસહ્ય છે.જે ભાવમાં 18.25 વધારવામાં આવ્યા છે તે અમોને પરવડે તેમ નથી.
તેમણે માંગણી કરી છે કે અમોને અમારો જૂનો ભાવ 96.60 હતો તે મુજબ કરી આપવા માંગ કરી છે કારણ કે બજારમાં જે ડીઝલ નું વેચાણ થાય છે તે મુજબ અમોને ગામ કરતા 25 રૂપિયા જેટલો વધારો ગણી શકાય છે .અમારા માટે માછીમારોને વ્યવસાય કરવો મુશ્કેલ બની ગયો છે.આજે જિલ્લા કલેકટરને આવેદન આપી અને અમોને વિશેષ રાહતની માંગ કરી છે આજ જે ભાવ વધારો થયો તે કોઈ રીતે પોસાય તેમ નથી .
તેમણે વધુમાં ઉમેર્યું કે બીજી તરફ કોરોના મહામારી ને કારણે મોટું નુકસાન થયું છે.ઉપરથી ચાયના ની તકલીફ અને માછલી ના ભાવ પણ નથી મળતો અમોને વેટ રીફન્ડ મળે છે તે 14.90 મળે છે તે પણ જેમાં ઓછું હોય તે મળે છે.અમો માંગ કરીએ છે કે વેટ માંથી 100 % મુક્તિ આપે અને એકસાઇઝ ડ્યુટી ઘટાડી આપે તો અમારો વ્યવસાય અમે ટકાવી શકીએ તેમ છે નહિતર અમારે ના છૂટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે આવતી કાલે કેન્દ્રીય મંત્રી રૂપાલા ને પણ બધા આગેવાનો દિલ્હી માં રજુઆત કરવાના છે. માછીમારી ઉદ્યોગ કેટલાક કારણો ને પગલે હાલ મૃતપાય હાલત માં છે ઉપરથી ડિઝલનો ભાવ વધારો માછીમારોને પડ્યા પર પાટુ લાગ્યા જેવું છે.જો ભાવ વધારો કે રાહત પેકેજ જાહેર નહિ થાય તો માછીમારો હવે આંદોલન ના મૂડ માં છે ગમે ત્યારે આંદોલન કરે તો નવાઈ નહિ
આ પણ વાંચો : Surat : આપના કોર્પોરેટરની ફરિયાદને પગલે સીઆર પાટીલને શુભેચ્છા પાઠવતાં પોસ્ટર દૂર કરાયા
આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતમાં 12થી 14 વર્ષના કિશોર માટેના રસીકરણનો કરાવ્યો પ્રારંભ
Published On - 5:37 pm, Wed, 16 March 22