Porbandar: અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા 4500 કરોડના ડ્રગ્સનો મુદ્દો, આરોપીના જામીન થયા નામંજુર

|

Jun 24, 2022 | 4:35 PM

પોરબંદર અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા 4500 કરોડ ડ્રગ્સના મુખ્ય આરોપીના જામીન નામંજુર કરવામાં આવ્યા છે. પોરબંદર સમુદ્રમાંથી કોસ્ટગાર્ડ દ્વારા હેનરી બોટ સાથે 4500 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ હતુ.

Porbandar: અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા 4500 કરોડના ડ્રગ્સનો મુદ્દો, આરોપીના જામીન થયા નામંજુર
Symbolic Image

Follow us on

પોરબંદર (Porbandar) અરબી સમુદ્રમાંથી ઝડપાયેલા 4500 કરોડ ડ્રગ્સના મુખ્ય આરોપીના જામીન નામંજુર કરવામાં આવ્યા છે. પોરબંદર સમુદ્રમાંથી કોસ્ટગાર્ડ દ્વારા હેનરી બોટ સાથે 4500 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ હતુ. ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપીઓ સામે પોરબંદર કોર્ટમાં કેસ ચાલે છે. કેસના મુખ્ય આરોપી વિશાલ જીતેન્દ્ર યાદવે પોરબંદર કોર્ટમાં જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. આજે પોરબંદર કોર્ટે ફરિયાદી પક્ષની દલીલો અને દેશના યુવાધનને બરબાદ કરવા બાબતની દલીલો ધ્યાને રાખી જામીન નામંજૂર કર્યા હતા.

મહત્વનું છે કે, આ કોઈ પહેલી વખત નથી કે દરિયાઈ માર્ગે દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો હોય. આ પહેલા પણ નાપાક દેશની હરકતોને ભારતીય સુરક્ષા એજન્સીએ નાકામ કરી ચૂક્યું છે.આ પહેલા પણ પોરબંદર નજીકના દરિયામાંથી 1500 કિલો જેટલું 4400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ પૂર્વે પણ મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી. તેમજ એટીએસની ટીમે પોરબંદરમાં તેની તપાસ હાથ ધરી હતી. પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું, જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ઉપયોગ ગુજરાતમાં થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે.

Published On - 3:59 pm, Fri, 24 June 22

Next Article