Porbandar : દરિયાકાંઠાની સુરક્ષા માટે આધુનિક સાધનોથી સજ્જ પોરબંદર પોલીસ

|

Apr 06, 2021 | 4:25 PM

પોરબંદર જિલ્લામાં 106 કિમિ લાંબો સમુદ્ર કિનારો છે.સમુદ્ર કીનારા અને આસપાસ બનતી ગતિવિધિ પર પોલીસ બાઝ નઝર રાખી રહી છે

Porbandar : દરિયાકાંઠાની સુરક્ષા માટે આધુનિક સાધનોથી સજ્જ પોરબંદર પોલીસ
Porbandar SP, IPS Ravi Mohan Saini

Follow us on

પોરબંદર જિલ્લામાં સમુદ્ર તટ અને જિલ્લાની વધુ સુરક્ષા મજબૂત બનાવવા પોરબંદર પોલીસ પાસે આધુનિક વાહનો, સીસીટીવી કેમેરા,સાઇબર સેલ ઇન્ટરસેપટર પેટ્રોલિંગ બોટ સહિતની અનેક સુવિધાઓથી પોલીસ સજ્જ બની ગયેલ છે ભૂતકાળનું પુનરાવર્તન ના થાય તેના માટે પોલીસ સતત પેટ્રોલિંગ કરી સમુદ્રી સુરક્ષા પણ કરી રહી છે તો આધુનિક વાહનો સરકારે ફાળવવામાં કકવતક જમીની ગુન્હેગારો ને ઝડપી લેવા વધુ સરળતા રહેશે.

પોરબંદર જિલ્લામાં 106 કિમિ લાંબો સમુદ્ર કિનારો છે.સમુદ્ર કીનારા અને આસપાસ બનતી ગતિવિધિ પર પોલીસ બાઝ નઝર રાખી રહી છે જિલ્લામાં સીસીટીવી કેમેરા આધુનિક વાહનો અને સમુદ્રી સુરક્ષામાટે ઇન્ટરસેપટર બોટ દ્રારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે .સમુદ્રમાં બનતી ઘટના પર પોલીસ સતત પેટ્રોલિંગ કરી દાણચોરી અને ડ્રગ્સ માફિયા પર નઝર રાખે છે.

પોરબંદર જિલ્લો સમુદ્ર તટ પર આવેલો જિલ્લો આવેલો છે. સરકાર દ્રારા સુરક્ષા વધુ મજબૂત કરવા સરકાર દ્રારા આધુનિક વાહનો અને ઉપકરણોથી સજ્જ કરેલ છે નેવી. કોસ્ટગાર્ડ સાથે સંકલન કરી અવારનવાર એક્સરસાઇઝ કરવામાં આવે છે. ત્રણ ઇન્ટરસેપટર બોટ છે  તેમજ ત્રણ મરીન પોલીસ સ્ટેશન છે જેમાં 12 નોટિકલમાં સુધી બનતી કોઈ દરિયાઈ ઘટનાની ફરિયાદ નવી બંદર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. રાજ્ય નું એકમાત્ર નવીબંદર પોલીસમાં સરકાર દ્રારા સુરક્ષા માટે પૂરતા વાહનો અને ટુ વહીલર અને ફોર વહીલ આપેલ છે.  હાલમાં સાઇબર ફ્રોડના બનાવો બનતા રહે છે તેથી સરકાર દ્રારા સાઇબર્સેલ પોલીસ સ્ટેશન બનાવવા મંજૂરી આપી છે.

6 વાયરલેસ PSIની ટીમની સતત છે નજર

ગુજરાત સરકાર દ્રારા નેત્રમ પપ્રોજેક્ટ અંતર્ગત શહેર અને જિલ્લામાં ગુન્હા બનતા અટકી શકે છે જુના સમયમાં સુવિધાઓ નહિ હોવાથી ગુન્હા બનતા હતા પહેલાના સમયમાં સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દ્રારા લેન્ડિંગ પોઇન્ટ પર સતત નજર રાખવામાં આવે છે એક સેફ એપ્લિકેશન બનાવવામાં આવી છે જેમાં ગેંગોની યાદીઓ તૈયાર કરી છે અને અવાર નવાર ચેક કરતા હોઈ છે .પહેલા કરતા ઘણા ગુન્હા ઓછા બની ગયા છે અને આધુનિક ઉપકરણો અને વાહનો થી ગુન્હાનું પ્રમાણ ઘટે છે એલ.સી.બી અને એસ.ઓ.જી પણ તેમને સોંપવામાં આવેલી કામ કરતા રહે છે સોસીયલ મીડિયામા થતી પોસ્ટ પર પણ સતત નજર રાખી અને ગુન્હેગારોને અટક કરી લેવામાં આવે છે.

વર્ષો પહેલા હતું જિલ્લામાં ગેંગોનું સામ્રાજ્ય

વર્ષો પહેલા જિલ્લામાં ગેંગોનું સામ્રાજ્ય હતું . વિવિધ ગેંગો અને ગુન્હાહિત પ્રવૃત્તિ કરતા લોકો પાર નઝર રાખવા રાજ્ય સરકારે જિલ્લામાં ઠેકઠેકાણે સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે જેનાથી તાત્કાલિક ગુન્હેગારોને ઝડપથી પકડી કાર્યવાહી કરી શકાય છે તેના માટે કંટ્રોલ રૂમ પરથી નઝર રાખવામાં આવે છે ,આજે પોલીસ પાસે આધુનિક અને હાઈ સ્પીડના વાહનો હોવાથી સુરક્ષા વધુ મજબૂત બની રહી છે.

શહેરના એક વરિષ્ઠ નાગરીકના જણાવ્યાનુસર, “ભૂતકાળમાં દાણચોરી જેવી ઘટના બનતી હતી જેથી કેન્દ્ર સરકારે નેવી. કોસ્ટગાર્ડની પોરબંદરમાં હેડ ક્વાર્ટરની સ્થાપના કરી અને મરીન પોલીસ કાર્યરત કરી છે આધુનિમ સુવિધાઓ થી સજ્જ બની પરંતુ હજુ પણ કોઈને કોઈ સુવિધા વધારવામાં આવે તો ભય ટળે અને લોકો રાહત થી જીવી શકે”

ફિશિંગ કરી રહેલી બોટ અને લેન્ડિંગ પોઇન્ટ પર પોલીસ સતત રાખી રહી છે નજર
પોરબંદર પોલીસ દિવસે દિવસે આધુનિક બની રહી છે પોલીસ પાસે ખૂબ મહત્વ ના વાહનોમાં બાઈક મોપેડ અને ફોર વહીકલ છે.જેથી ગુન્હેગારો ગમે તેવા હોશિયાર હોઈ કે સ્પીડથી નાસી જવામાં નિષફળ બનાવવા નાના મોટા વાહનોથી ઝડપી લેવા સફળતા મેળવી શકે તેમ છે. અરબી સમુદ્રમાં ફિશિંગ કરી રહેલી બોટ અને લેન્ડિંગ પોઇન્ટ પર પોલીસ સતત નઝર રાખી રહી છે રાત દિવસ પેટ્રોલિંગ કરી દરિયાઈ હિલચાલ પર દેખરેખ રાખે છે કુબેર બોટના અપહરણ અને મુંબઈ તાઝ હોટલ પર થયેલા હુમલા બાદ પોલીસ વધુ સતર્ક બની ગયેલ છે અહીં જે બોટ ફિશિંગ કરે છે તે બોટ ક્યાં વિસ્તારની છે બોટમાં કેટલા લોકો છે કોણ છે તેની પણ તપાસ કરે છે.

Next Article