પોરબંદર અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું, ડ્રગ્સની કિંમત 2000 કરોડ

|

Feb 27, 2022 | 11:57 PM

પોરબંદરમાં અરબી સમુદ્રમાંથી સુરક્ષા એજન્સીઓએ 800 કિલો ડ્રગ્સ ઝડપ્યું છે. જેની કિંમત અંદાજે 2000 કરોડની આસપાસની છે.

પોરબંદર(Porbandar)  અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ(Drugs)  ઝડપવામાં આવ્યું છે. તેમજ તેની કિંમત 2000 કરોડની આસપાસ થાય છે. આ ઓપરેશન એનસીબી(NCB)  અને ઇંડિયન નેવીએ સંયુક્ત રીતે પાર પાડ્યું છે. જેમાં મળતી માહિતી મુજબ પાકિસ્તાનના દાણાચોરો દ્વારા આ ડ્રગ્સ ઈરાન મોકલવા આવતા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પોરબંદરનો દરિયા કિનારો સંવેદનશીલ ગણાય છે. અહીથી અગાઉ પણ ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે ત્યારે ફરીથી પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ પકડાયું છે. નેવી અને NCBએ દરિયાની અંદર સંયુક્ત ઓપરેશન પાર પાડીને આ ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો છે.

NCB અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં લગભગ 2000 કરોડનું 800 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.800 કિલો ડ્રગ્સમાં 529 કિલો ગાંજો અને 234 કિલો મેથાફેટામાઈન અને અન્ય ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે..દાણચોરીના ઈનપૂટ NCBને મળ્યાં હતા અને ત્યાર બાદ નૌસેનાને સાથે રાખીને જોઈન્ટ ઓપરેશન કરવાામાં આવ્યું હતું.

આ ઓપરેશનથી ફરી એક વખત પાડોશી દેશનું ભારતના યુવાધનને બરબાદ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે.આ કોઈ પહેલી વખત નથી કે દરિયાઈ માર્ગે દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ થયો હોય..આ પહેલા પણ નાપાક દેશની હરકતોને ભારતીય સુરક્ષા એજન્સીએ નાકામ કરી ચૂક્યું છે.આ પહેલા પણ પોરબંદર નજીકના દરિયામાંથી 1500 કિલો જેટલું 4400 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું..

ઉલ્લેખનીય છે કે , આ પૂર્વે પણ મોરબીના ઝીંઝુડા ગામેથી 600 કરોડનું ડ્રગ્સ મળી આવવાના કેસમાં પોલીસે વધુ 2 આરોપીની ધરપકડ કરી હતી. તેમજ એટીએસની ટીમે પોરબંદરમાં તેની તપાસ હાથ ધરી હતી. પોલીસે પંજાબના આરોપીઓની ઓળખ કરીને તેમને ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે સલાયા બંદર પર 120 કિલો હેરોઇન મગાવાયું હતું, જે મોરબીના ઝીંઝુડા ગામે રહેતા સમસુદ્દીનના મકાનમાં છૂપાવ્યું હતું.

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી જેટલું હેરોઇન દરિયાઇ માર્ગે ઘૂસાડવામાં આવે છે તેટલો ઉપયોગ ગુજરાતમાં થતો નથી. પરંતુ પંજાબ અને રાજસ્થાનની સરહદો સીલ કરવામાં આવી હોવાથી ગુજરાતના દરિયાઇ માર્ગનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો : કેનેડામાં ગયેલા ગુજરાતના 150 વિદ્યાર્થી સહિત દેશના 2500 વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, ત્રણ કોલેજોને તાળા લાગ્યા

આ પણ વાંચો : Ahmedabad : હિજાબ વિવાદ મુદ્દે રેલી પૂર્વે કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટક કરી

Published On - 6:25 pm, Sat, 12 February 22

Next Video